કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના બાટી બડવાની તાલુકાના રહીશ ઇકરામ શકારામ બારેલા નામના 30 વર્ષના યુવાનને ગત તારીખ 1 એપ્રિલના રોજ લાંબા ગામની વાડીમાં ખેતીનું કામ કરતી વખતે ઝેરી જનાવરે ડંખ દેતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંજય તેરસિંગ બારેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ભાટિયાના યુવાનનું બાઈક ચોરાયું
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતા મેરામણભાઈ રામાભાઈ ચાવડા નામના 38 વર્ષના યુવાને તેમના ઘર પાસે રાખેલું તેમનું રૂપિયા 25,000 ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ ગત તા. 30 માર્ચના રોજ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
મીઠાપુરમાં ત્રણ જુગારીઓ ઝડપાયા
મીઠાપુરમાં ટાટા કંપનીના કાકરી ગેઈટ પાસેથી પોલીસે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા લખુ દેવશી રોશિયા, બટુકસિંહ વરજાંગજી જાડેજા અને નિલેશ મનસુખભાઈ પંચમતીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, રૂ. 2,420 નો મુદામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech