ભાવનગર-પાલીતાણા રેલગાડી નં ૫૯૨૬૮ આજે વ્હેલી સવારે ખોડીયાર મંદિર અને સિહોર જંક્શન વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યા આધેડ અડફેટે આવી જતાં તેનું સ્થળ પરજ ક્મકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સિહોર પોલીસના કાફલાએ દોડી જઈ મૃતક આધેડના મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખવિધિ તેમજ બનાવનું કારણ જાણવા સહિતની હાથ ધરેલી પ્રાથમિક કાર્યવાહીમાં મૃતક મૂળ નવસારીના ચીખલી ગામના વતની અને ખાખરીયા ગામે આવેલા ઈંટના ભઠ્ઠે કામ કરતા હોવાનું તેમજ કાનમાં બહેરાશ હોય રેલ પાટા નજીકથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ગાડીનો સવારે ભાવનગર-પાલીતાણા પેસેન્જર ગાડી નંબર ૫૯૨૬૮ખોડિયારમંદિર અને સિહોર જંક્શન વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે એક આધેડ ગાડીની અડફેટે ચડી જતાં તેનું ઘટના સ્થળે જ ક્મકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સિહોર પોલીસ મથકના હે.કો હિતેશગીરી ગૌસ્વામી તેમજ સિહોર રેલવે પોલીસ આરપીએફ ના હેમરાજસિંહ ચૌહાણ સહિતનો કાફલો દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો લઈ ૧૦૮ મારફત પોસ્ટ મોર્ટમ માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ વિધિ તેમજ બનાવનું કારણ જાણવા કાર્યવાહી હાથ હતી.
જેમાં મૃતક મૂળ નવસારીના નવાનગર, ચીખલી, ખૂંધના વતની હોવાનું તેમજ છેલ્લા પાંચેક વર્ષથી સિહોરના સિહોર ખાખરિયા ગામે કિર્તીભાઈની માલિકીના ઈંટના ભઠ્ઠા પર પુત્ર વિજયભાઈ સાથે કામ કરતા ભગુભાઈ વેસ્તાભાઈ હળપતિ (ઉ. વ. ૫૪)હોવાનું ખુલ્યું હતું.
મૃતક ભગુભાઈના પુત્ર વિજયભાઈએ સિહોર પોલીસમાં આપેલા નિવેદન મુજબ પિતા ભગુભાઈ ૧૦ દિવસ પૂર્વેજ ચીખલી થી ખાખરિયા આવ્યા હતા અને તેઓ માનસિક બીમાર અને કાને સંભળાતું ન હતું. દરમ્યાન આજે વ્હેલી સવારે ૬ વાગ્યે ભઠ્ઠે થી શૌચક્રિયા માટે જઈ રહ્યા હતા ત્યારે બહેરાશ ને કારણે ગાડીનો નો નહી સાંભળી શકતા ગાડી ના અડફેટે આવી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech