માઇક્રોસોફ્ટમાં એક ટેકનીકલ ક્ષતિને લીધે આખી દુનિયામાં વિમાની સેવા, બેન્કિંગ, શેરબજાર, કંપ્નીઓના કામકાજ વગેરે ઠપ્પ થઇ જત સમગ્ર વિશ્વમાં ગતિવિધિઓ અવરોધાઈ ગઈ હતી. માઈક્રોસોફ્ટમાં આ સમસ્યા ક્રાઉડ સ્ટ્રાઈકનામની કંપ્ની, જેની સાઈબર સિક્યોરીટી માઈક્રોસોફ્ટ વાપરે છે તેના સર્વરમાં ખામીને લીધે થઈ છે. આ ખામીના કારણે અમેરિકા, જર્મની, બ્રિટન, ભારત અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના ઘણા દેશોમાં હજારો કંપ્નીઓની સિસ્ટમ પ્રભાવિત થઈ છે.દુનિયાભરમાં વિમાનો એરપોર્ટ પર રોકી દેવામાં આવતા ફ્લાઈટ મોદી પડી છે, બેન્કના કામકાજ ખોરવાઈ ગયા છે, શેરબજારોમાં વહેવારો અટવાયા છે, કંપ્નીઓના કામ સ્થગિત થઇ ગયા છે. આ ખામીની અસર ભારતના મુખ્ય આઈટી હબ શહેરો જેમ કે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામમાં આવેલી કંપ્નીઓ પર પણ જોવા મળી છે. આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો માઈક્રોસોફ્ટમાં આ ખામી માટે ક્રાઉડ સ્ટ્રાઈકને જવાબદાર માની રહ્યા છે. ક્રાઉડ સ્ટ્રાઈક એ સાયબર સિક્યુરિટી ફર્મ છે. જે તમામ પ્રકારના સાયબર હુમલાઓને અટકાવે છે.
સમગ્ર વિશ્વમાં માઇક્રોસોફ્ટના સર્વર્સમાં સમસ્યાને કારણે એરલાઇન્સ, શેરબજાર, બેંક, ન્યુઝ ચેનલના સર્વર એક સાથે ક્રેશ થયા છે. માઈક્રોસોફ્ટ સર્વર આઉટેજને કારણે સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. જેના કારણે દુનિયાભરમાં અફડાતફડી સર્જાઈ છે. કેટલાય દેશોએ ઇમરજન્સી બેઠક બોલાવી છે. મોટાભાગની કંપ્નીઓ ક્લાઉડ સર્વરનો ઉપયોગ કરી રહી છે અને હાલમાં ક્લાઉડ સેવાઓ પ્રદાન કરતી ત્રણ મોટી કંપ્નીઓ છે જેમાં માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલનો સમાવેશ થાય છે.
સર્વરમાં ખામી પર માઈક્રોસોફ્ટે કહ્યું કે અમે સેવાઓમાં સતત સુધારાના પ્રયાસો કરી રહ્યા છીએ. અમને આ ખામીની જાણ થઈ છે. અનેક ટીમ કામે લાગી છે. અમે આ ખામીનું કારણ જાણવાના પ્રયાસો પણ કરી રહ્યા છીએ.
આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી છે. તેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. આજે સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.
કયા દેશોની એરલાઇન્સને અસર થઈ?
આ ટેકનિકલ સમસ્યાઓના કારણે ભારતમાં દિલ્હી એરપોર્ટ પર કેટલીક સેવાઓ અસ્થાયી રૂપે પ્રભાવિત થઈ છે. જર્મનીના બર્લિન એરપોર્ટ પર તમામ ફ્લાઈટ સેવાઓ પ્રભાવિત થઈ છે. અમેરિકામાં અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા અને યુનાઇટેડ એરલાઇન્સ સહિત ઘણી મોટી એવિએશન કંપ્નીઓના પ્લેન ઉડાન ભરી શકતા નથી. યુરોપ્ના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એમ્સ્ટરડેમના શિફોલ એરપોર્ટ પરની સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે. ટર્કિશ એરલાઈન્સની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે,સિંગાપોર એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન થંભી ગયું છે.
બ્રિટનમાં ટીવી ચેનલો, ટ્રેનો અને સ્ટોક એક્સચેન્જો બંધ
બ્રિટિશ ન્યૂઝ ચેનલ સ્કાય ન્યૂઝનું પ્રસારણ બંધ થઈ ગયું છે. ચેનલના એક્ઝિક્યુટિવ ચેરમેન ડેવિડ રોડ્સે જણાવ્યું હતું કે સ્કાય ન્યૂઝ ચેનલનું પ્રસારણ થઈ રહ્યું નથી. બ્રિટનની રેલ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. સમાચાર એજન્સી એપીની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. ઈંગ્લેન્ડમાં હેલ્થ બુકિંગ સિસ્ટમ પણ ઠપ્પ થઈ ગઈ છે.
એરલાઈન્સ કંપ્નીઓએ 147 ફ્લાઈટ્સ કેન્સલ કરી
માઈક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસ બંધ થવાને કારણે ભારત અને અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોની એરલાઈન્સને અસર થઈ છે. ઘણી એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ આઉટેજને કારણે ફ્લાઈટ બુકિંગ, કેન્સલેશનથી લઈને ચેક-ઈન સુધીની સેવાઓને અસર થઈ છે. રિપોર્ટ અનુસાર, માઈક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજને કારણે ફ્રન્ટિયર, એલિજિઅન્ટ અને સનકંટ્રી જેવી મોટી એરલાઈન્સ કંપ્નીઓએ 147 ફ્લાઈટ્સ કેન્સલ કરી છે અને 212 રિશેડ્યૂલ કરી છે. આ સિવાય એલિજિઅન્ટની 45 ટકા ફ્લાઈટ્સ મોડી પડી છે. સન ક્ધટ્રીની 23% ફ્લાઈટ્સ પણ મોડી પડી છે.
દુનિયાભરમાં વિન્ડોઝ સિસ્ટમ પર બ્લૂ સ્ક્રીનની ખામી
દુનિયાભરમાં તમામ લોકોની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લૂ સ્ક્રીનની ખામી દેખાઈ રહી છે. માઈક્રોસોફ્ટના સર્વર ઠપ થવાને કારણે આખી દુનિયામાં બેન્કોથી માંડીને એરલાઇન્સ સુધીની સર્વિસિઝને અસર થઇ છે. કંપ્નીના ફોર્મ પર પ્નિ મેસેજ અનુસાર ઘણાં વિન્ડોઝ યૂઝરને બ્લૂ સ્ક્રીન ઓફ ડેટ (બીએસઓડી) એરર દેખાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech