ક્રાઉડસ્ટ્રાઈકની સમસ્યાના કારણે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો હતો. આ ટેકનિકલ સમસ્યાના કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હવાઈ સેવાને અસર થઈ હતી. સમગ્ર વિશ્વમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. એટલું જ નહીં બેંકો, હોસ્પિટલો, શેરબજારો, ટીવી ચેનલો, કોલ સેન્ટરો પણ ઠપ્પ થઈ ગયા હતા. નાગરિક ઉડ્ડયન નિષ્ણાતો સાયબર આતંકવાદની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જોકે, માઇક્રોસોફ્ટ આવી શક્યતાને નકારી રહ્યું છે. માઈક્રોસોફ્ટની ટીમ સાથે વિશ્વભરના શ્રેષ્ઠ એન્જિનિયરો આ ટેકનીકલ બગનું સમાધાન શોધવા માટે કામ કરી રહ્યા છે, પરંતુ હાલમાં એવું લાગે છે કે સેવાઓને સંપૂર્ણપણે પુન:સ્થાપિત કરવામાં વધુ સમય લાગશે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ પોસ્ટ કર્યું, કે ગઈકાલે ક્રાઉડસ્ટ્રાઈકે એક અપડેટ બહાર પાડ્યું જેણે વૈશ્વિક સ્તરે આઈટી સિસ્ટમ્સને અસર કરવાનું શરૂ કર્યું. અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને ગ્રાહકોને તેમની સિસ્ટમને સુરક્ષિત રીતે પાછી ઓનલાઈન લાવવા માટે ટેકનિકલ માર્ગદર્શન અને સમર્થન આપવા માટે ક્રાઉડસ્ટ્રાઈક અને સમગ્ર ઉદ્યોગ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
ગ્લોબલ સાયબર સિક્યુરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઈકે કહ્યું કે તેણે તેના સોફ્ટવેરમાં સમસ્યાની ઓળખ કરી છે અને તેને ઉકેલવા માટે કામ કરી રહી છે તે ટેકનીકલ સમસ્યાને કારણે આ સમસ્યા સર્જાઈ છે. વાસ્તવમાં ક્રાઉડસ્ટ્રાઈક માઇક્રોસોફ્ટને તેના વિન્ડોઝ ઉપકરણો માટે એન્ટીવાયરસ સોફ્ટવેર પ્રદાન કરે છે. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, ક્રાઉડસ્ટ્રાઇક અપડેટને કારણે વૈશ્વિક સ્તરે મોટાભાગની આઇટી સિસ્ટમો આઉટેજ થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech