ચેક રિપબ્લિકની ઓસ્ટ્રાવા યુનિવર્સિટીના રસપ્રદ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરૂષો સ્ત્રીઓની અન્યને આકર્ષવાની અને જન્મ આપવાની તેમની ક્ષમતાને કારણે ઈર્ષ્યા કરે છે, જયારે સ્ત્રીઓ વધુ સારા કારકિર્દીના વિકલ્પો અને વધુ પગારને કારણે પુરૂષોની ઈર્ષ્યા કરે છે.
ફ્રન્ટિયર જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર પુરૂષોને મહિલાઓની સુંદરતા અને આકર્ષણની ઈર્ષ્યા થાય છે. તે માને છે કે આનાથી મહિલાઓને સમાજમાં વધુ સારી રીતે પ્રગતિ કરવામાં મદદ મળે છે. ક્રીઓ તેમની લાગણીઓ ખુલ્લેઆમ વ્યકત કરી શકે છે, જયારે પુરૂષોને સમાજમાં મજબૂત રહેવા માટેનું દબાણ હોય છે. પુરૂષોએ માતૃત્વ અંગે પણ ઈર્ષ્યા વ્યકત કરી. તેઓ માને છે કે બાળકને જન્મ આપવો એ એક અનોખો અને વિશેષ અનુભવ છે. જેના કારણે સમાજમાં મહિલાઓને અન્ય કરતા વધુ સન્માન મળે છે. રિસર્ચમાં એ કારણોને સમજવાનો પ્રયાસ કર્યેા કે શા માટે વિજાતીય લોકો એકબીજા પ્રત્યે ઈર્ષ્યા કરે છે.
ઈર્ષ્યાને સામાન્ય રીતે નકારાત્મક લાગણી તરીકે જોવામાં આવે છે, જે અન્ય લોકો પાસે કંઈક સાંરૂ હોય ત્યારે અનુભવાય છે.
ઓસ્ટ્રાવા યુનિવર્સિટીના પ્રોફેસર મિકેલા ક્રાકોવસ્કા અને તેમની ટીમે સંશોધનમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના ૧,૭૬૯ લોકોને સામેલ કર્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે તેઓ વિજાતીય વ્યકિતની શું ઈર્ષ્યા કરે છે? તેમના જવાબોને ત્રણ વર્ગેામાં વહેંચવામાં આવ્યા હતા – સામાજિક લાભો, ભૌતિક લક્ષણો અને મનોવૈજ્ઞાનિક લક્ષણો.
રિસર્ચમાં સામેલ મહિલાઓએ જણાવ્યું હતું કે પુષો એ જૈવિક પ્રક્રિયાઓથી મુકત છે જે મહિલાઓને સહન કરવી પડે છે. જેમ કે માસિકસ્ત્રાવ અને ગર્ભાવસ્થા
મહિલાઓએ કહ્યું કે પુરૂષોનું જીવન સાદું હોય છે. તેમને સામાજિક જવાબદારીઓના વધુ દબાણનો સામનો કરવો પડતો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech