દ્વારકા વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેક અને દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવીના પણ હેઠળ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતા અપાવી, જિલ્લાના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકાથી જિલ્લાના વિવિધ મંડળોમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાન દરમિયાન, આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રજાના પ્રત્યેક વર્ગ સુધી પહોંચી, ભાજપની નીતિઓ અને વિચારધારાને વિસ્તૃત કરવાનો સંકલ્પ લીધો છે. કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, "આ અભિયાન માત્ર એક સદસ્યતા માટેનો કાર્યક્રમ નથી, પરંતુ દેશભક્તિ અને સમાજની સેવા માટે દરેક નાગરિકને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે."
આ અભિયાનમાં ખાસ રહેલા જિલ્લા મહામંત્રી અને આ અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ યુવરાજસિંહ વઢેર, રસિકભાઈ નકુમ, પાલાભાઈ કરમુર, આ અભિયાનના સહ ઇન્ચાર્જ રાજુભાઈ સરસિયા અને કેતનભાઈ બુદ્ધભટ્ટી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ખેરાજભા કેર, મોહનભાઈ બારાઈ, રમેશભાઈ હેરમા, વિજયભાઈ બુજડ, ધનાભા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ અગ્રણીઓએ સભામાં હાજરી આપીને ભારતીય જનતા પાર્ટીની સેવા અને સમર્પણની ભાવના માટે પોતાનો યોગદાન આપ્યો. એમણે જણાવ્યું કે, "આવા અભિયાન દ્વારા અમે પ્રજાને ભાજપના વિશાલ પરિવારમાં જોડવા માટે અને દેશના વિકાસમાં યોગદાન આપવાની આહ્વાન કરી રહ્યા છીએ." આગેવાનો દ્વારા ‘સદસ્યતા અભિયાન’માં વધુ સક્રિયતા સાથે જોડાવાનું અને દરેક ઘરમાં ભારતના વિકાસનો સંદેશ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવી-દેવતાઓ પર સ્વામિ-સાધુઓની ટિપ્પણીથી ભાવનગરમાં રોષ
April 05, 2025 04:12 PMહુમલાની ફરીયાદમાં વિશેષ ઉમેરો નહીં કરાય તો આંદોલનની ચીમકી
April 05, 2025 04:11 PMમહાપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનોના ચોકઅપ દૂર કરવા આધુનિક જેટીંગ મશીન ફાળવાયા
April 05, 2025 04:08 PMજિ.પં.ના પૂર્વ મહિલા સદસ્યના ઉખરલામાં આવેલા ફટાકડાના બે ગોડાઉન, ઓફિસ સીલ
April 05, 2025 04:06 PMમરચાના ભાવમાં ૨૫ ટકા જેટલો ઘટાડો
April 05, 2025 04:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech