ભાણવડ તાલુકા પંચાયતમાં હાલ એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પંચાયતના સદસ્ય સહિત અગ્રણીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ ખાસ ઉપસ્થિતિ રહી હતી જેમાં ભાણવડ તાલુકા પંચાયતમાં ત્રીજી વખત પ્રમુખની વરણી કરવામાં આવી જેમાં કાલાવડ સીટના સદસ્યો રંભીબેન જીવાભાઇ વાવણોટીયાની સવર્નિુમતે વરણી કરવામાં આવી છે.
ભાણવડ તાલુકા પંચાયતનાં ત્રણ વખત વરણી કરવામાં આવી છે પંચાયતમાં પ્રથમ અઢી વરસ માટે માલદેભાઇ રાવલીયા પ્રમુખ રહ્યા હતા. ત્યારબાદ ડાઇબેન છૈયાએ સવર્િ વર્ષ પૂર્ણ થતા સ્વૈચ્છિક રાજીનામુ આપતા નવા પ્રમુખ માટે બેઠક યોજવામાં આવી હતી જેમાં કાલાવડ સીટના સદસ્ય રંભીબેન વાવણોટીયાની બીનહરીફ વરણી કરવામાં આવી છે આ તકે તાલુકામાંથી પંચાયતનાં સદસ્ય તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રંભીબેનને બીનહરીફ થવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. તાલુકામાંથી બહોળી સંખ્યામાંથી કાર્યકરો જોડાયા હતા ત્યારબાદ રંભીબેનને બીનહરીફ વરણી થતાં વાજતે ગાજતે ઉજવણી કરાઇ હતી. હાલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ શાસન થઇ ગયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech