નોકરી કરતા યુવાન સાથે સાડા ચાર લાખની છેતરપિંડી
મેઘપરમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતા પરપ્રાંતિય યુવાન સાથે બેંક ક્રેડીટ કાર્ડ ડીપાર્ટમેન્ટના કર્મચારી તરીકેની ઓળખ આપી રીવોર્ડ પોઇન્ટ રીડીમ કરવાના બહાને ક્રેડીટ કાર્ડ દ્વારા ફલીપ કાર્ટ ઉપરથી કુલ ૪,૫૦,૨૯૮ ના કુલ-૬ આઇફોન ખરીદી કરી ઓનલાઈન ઠગાઇ કરવાના કેસમાં તમામ ૬ આઇફોન મેઘપર (પડાણા) પોલીસ દ્વારા દિલ્હીમાંથી રીકવર કરી લેવાયા છે.
જામનગર જિલ્લાના મેધપર (પડાણા) પોલિસ સ્ટેશનમાં ગત ૧૧.૩.૩૦૨૫ ના રોજ આઇ.ટી.એક્ટ કલમ-૬૬(ડી) તથા બી.એન.એસ. કલમ-૩૧૯(૨), ૫૪ મુજબ ગુન્હો નોંધાયો હતો. જેમાં આરોપીઓ દ્વારા ફરીયાદીને ફોન કરી આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ક્રેડીટ કાર્ડ ડીપાર્ટમેન્ટના કર્મચારી તરીકે ઓળખ આપી ફરીયાદી ના ક્રેડીટ કાર્ડના જોઇનીંગ રીવોર્ડ પોઇન્ટ રીડીમ કરવા અંગેની પ્રોસેસ કરવાના બહાને વેબ સાઇટ ઓપન કરાવી હતી.
ત્યારબાદ એક બીજાની મદદગારીથી ફરીયાદીના આઇ.સી.આઈ.સી.આઈ. બેંકના ક્રેડીટ કાર્ડ દ્વારા ફલીપ કાર્ટ ઉપર બે વખત ઓનલાઇન પેમેન્ટ કરી કુલ ૪,૫૦,૨૯૮ ની ખરીદી કરી ઠગાઈ કરવામાં આવી હતી.
ઉપરોક્ત ગુન્હા અંગે જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી મેઘપર (પડાણા) પોલિસ સ્ટેશનના પો. ઇન્સ. પી.ટી.જયસ્વાલની રાહબારી હેઠળ પો.સ.ઇ. એ.જી.જાડેજા તેમજ તેમના સ્ટાફે તપાસનો દોર દિલ્હી સુધી લંબાવી જ્યાં દીલ્હી તથા આસ-પાસ વિસ્તારમાં તપાસ કરી સાયબર અપરાધીએ ફરીયાદીના ક્રેડીટ કાર્ડ દ્વારા ખરીદ કરેલ તમામે તમામ કુલ-૬ આઇફોન-૧૬ તથા આઇફોન-૧૬+ કુલ કિ ૪,૫૦૦૦૦ રીકવર કરી ૧૦૦ ટકા મુદામલની રીકવરી કરી લેવાયો છે. તેમજ આ કેસનો આરોપી શુભમ વર્મા કે જે હાલ ડીસ્ટ્રીક જેલ રોહતક ખાતે જ્યુડીશ્યલ કસ્ટડીમાં હોય જેનો કબ્જો મેળવવા પો. ઇન્સ. પી.ટી.જયસ્વાલ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech