તાજેતરમાં શરૂ થયેલી બોર્ડની પરીક્ષા દરમિયાન મ્યુનિ. હાઈસ્કૂલના પરિક્ષાર્થીઓને મેયર અને મ્યુનિસિપલ કમિશનરએ રૂબરૂ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખૂબ સકારાત્મક અભિગમ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવા ઉમદા આશય સાથે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, માધ્યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, બાગબગીચા સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પોરેટર જયાબેન ડાંગર ઉપસ્થિત રહી વિધાર્થીઓને મોં મીઠા કરાવી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
વિશેષમાં જણાવ્યું હતું કે, પરીણામએ પરીશ્રમ ઉપર આધારીત છે એટલે ખુબ મહેનત કરો, પરીક્ષામાં આત્મવિશ્વાસ જરૂરી હોય છે, આત્મવિશ્વાસથી પેપર લખો અને જ્વલંત સફળતાઓ મેળવો તેવી શુભેચ્છા અને અભિનંદન પાઠવેલ છે. આ તકે શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સીપાલ સહિત શિક્ષકો પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech