ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં એકાએક જ જોરદાર પલટો અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજ તથા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં તોફાની પવન અને મેઘગર્જના સાથે માવઠું થયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત પંચમહાલ દાહોદ મહીસાગર આણદં વડોદરા ભચ નવસારી સુરત દમણ દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને માવઠાની સંભાવના ઊભી થઈ છે. ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી શકયતા છે. દમણમાં સવારે ભેજનું પ્રમાણ ૯૧% પહોંચી ગયું છે. ગાંધીનગરમાં પણ ૯૦ ટકા ભેજ નોંધાયો છે અને સુરતમાં પણ ભેજનું પ્રમાણ ૯૧% સુધી પહોંચી ગયું છે. રાજકોટ સહિત રાયના અનેક વિસ્તારોમાં આજે સવારે ભેજ ૮૦% આસપાસ રહેવા પામ્યું છે.
સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઘટું છે. પરંતુ ઠાર અને ધૂંધળું વાતાવરણ અનુભવાય છે. ભુજમાં ઠંડીના પ્રમાણમાં બે ડિગ્રીનો વધારો થયો છે અને આજે ૧૨.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અત્યાર સુધી સિંગલ ડિજિટમાં યાં લઘુતમ તાપમાન રહેતું હતું તે નલિયામાં પણ આજે ૧૦.૫ ડિગ્રી થઈ ગયું છે. ગિરનાર પર્વત ઉપર ૧૦.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે .અમરેલીમાં આજે લગભગ ગઈકાલ જેવું જ તાપમાન રહ્યું છે. અમરેલીમાં ગઈકાલે ૧૩.૬ અને આજે ૧૩.૮ ડિગ્રી ભાવનગરમાં ગઈકાલે ૧૭ અને આજે ૧૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં અઢી ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી રહ્યું છે. વેરાવળમાં આજે ૧૭ ઓખામાં ૧૭.૬ દ્રારકામાં ૧૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં ૧૯.૩ ડીસામાં ૧૬.૧ ગાંધીનગરમાં ૧૮.૫ વડોદરામાં ૨૦.૨ અને સુરતમાં ૨૦.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.આ તમામ શહેરોમાં એક થી બે ડિગ્રી જેટલો વધારો લઘુતમ તાપમાનમાં થયો છે.
ગુજરાત ઉપરાંત પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉતરાખડં હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ માં પણ માવઠું થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ કુણા પડ્યા, ભારત સહિત 3 દેશ સાથે વાટાઘાટ માટે તૈયાર
April 05, 2025 10:36 AMટેરિફ વોરથી યુએસ શેરબજારમાં મોટા બિઝનેસમેન ટકી રહેશે, નબળા ડૂબી જશેઃ ટ્રમ્પ
April 05, 2025 10:36 AMપાપુઆ ન્યુ ગિનીમાં 7.1નો ભૂકંપ, સુનામીની ચેતવણી
April 05, 2025 10:13 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech