અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભીષણ આગ લાગતાં મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 14 જેટલી ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી છે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામ ચાલી રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટમાં અડચણરૂપ બનાવ સામે આવ્યો છે. અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આથી શ્રમિકોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયરની 14 ગાડીઓ દોડી ગઈ હતી અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા
મળતી વિગત મુજબ, વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન લાકડામાં આગ લાગી હતી. બાદમાં પવન ફૂંકાવાને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર આગ લાગતાં પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વેલ્ડિંગમાંથી નીકળેલા તણખાને કારણે આગ લાગી
વધુમાં મળતી માહિતી પ્રમાણે, સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટના એક ભાગની છત પર આજે સવારે લગભગ 6.30 વાગ્યે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કામચલાઉ શટરિંગનાં કામને કારણે વેલ્ડિંગમાંથી નીકળેલા તણખાને કારણે આગ લાગી હતી. ફાયર વિભાગે સક્રિયપણે આગને કાબૂમાં લીધી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. એનએચએસઆરસીએલના અધિકારીઓ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ફાયર વિભાગને વહેલી સવારે 6:30 વાગ્યે મેસેજ મળ્યો
સાબરમતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન સાઈટ પર આગ લાગ્યાનો ફાયર વિભાગને વહેલી સવારે 6:30 વાગ્યે મેસેજ મળ્યો હતો. એના પગલે સૌપ્રથમ સાબરમતી અને ચાંદખેડા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ શાહપુર, નવરંગપુરા, મણિનગર, જમાલપુર સહિતની ગાડીઓ મળી કુલ 14 ફાયરબ્રિગેડની ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કન્સ્ટ્રક્શન સાઈટ પર ધાબાનું સેન્ટિંગ ભરાવવાનું કામ ચાલતું હતું. લાકડાની સીટ ટેકા રૂપે મૂકીને બાંધકામ ચાલી રહ્યું હતું, એ દરમિયાનમાં વેલ્ડિંગના તણખા ઊડતાં આગ લાગી હતી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે ફાયરની બે ગાડી ઘટનાસ્થળે રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech