શહેરના જામનગર રોડ પર માધાપર ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી મનહરપુર–૧ માં રહેતા પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. માનસિક બીમારી થી કંટાળી આ પગલું ભયુ હોવાનું જાણવા મળ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર માધાપર નજીક મનહરપુર–૧ માં રહેતા રામકેસરીબેન મુન્નાભાઈ પ્રજાપતિ (ઉ.વ ૪૫) નામના પરિણીતાએ આજ રોજ સવારના ઘરના સભ્યો સુતા હતા ત્યારે બહારથી દરવાજો બધં કરી નીકળી ગયા હતા. બાદમાં પરિવારજનોની ઐંઘ ઊડી ત્યારે રામકેસરીબેન ઘરે ન દેખાતા દરવાજો પણ બધં હોય પાડોશીને જાણ કરી હતી. ત્યારબાદ પતિ પુત્ર સહિતના લોકો તેમને શોધવા માટે નીકળ્યા હતા. તે સમયે માધાપર ફાટક પાસે ટ્રાફિકજામ હોય અને અહીં કોઈ બેહેન ટ્રેનમાં કપાઈ ગયાનું માલુમ પડતા પરિવારજનોને જોતા મૃતક રામકેસરીબેન હોવાનું માલુ પડું હતું.
આપઘાત કરનાર પરિણીતાના પતિ મુન્નાભાઈ મૂળ ગ્વાલિયરના વતની છે અને વર્ષેાથી અહીં રાજકોટમાં રહી માધાપર ચોકડીએ પાણીપુરી વેચે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે. પરિણીતાએ માનસિક બીમારી કંટાળી ગઈ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
ત્રંબા પાસે બાઇક સ્લીપ થતાં ઘવાયેલા યુવાનનું મોત
રાજકોટની ભાગોળે ત્રંબા ગામમાં રહેતા કિશોરભાઈ ધીભાઈ મોરવાડિયા(ઉ.વ ૪૦) નામનો યુવાન ગત તારીખ ૧૨ ના સાંજના બાઈક લઈને રાજકોટ તરફ આવી રહ્યો હતો ત્યારે વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે ઠાકર ધણી હોટલ નજીક તેનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઘવાયો હતો.જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં અહીંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન આજરોજ યુવાને હોસ્પિટલ બીછાને યુવાને દમ તોડી દેતા આજીડેમ પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech