↵જામનગરમાં ખોડલધામ યુવા સમિતિ KDYS આયોજીત ભવ્ય બાય બાય નવરાત્રીમા માર્ગી પટેલના નખરાળા તેવર..
શરદ પૂનમની રઢિયાળી રાત્રે માર્ગી પટેલનો ઝાકમજોળ મ્યુઝિક કોન્સર્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યો..
જામનગર શહેરમાં શરદ પૂનમની રઢયાળી રાત્રે ખોડલધામ યુવા સમિતિ (KDYS) દ્વારા આયોજિત બાય બાય નવરાત્રી મહોત્સવ-૨૦૨૪એ શહેરવાસીઓને એક અવિસ્મરણીય સાંજ બક્ષી હતી. જામનગરમા ખોડલધામ સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના લાભાર્થે યોજાયેલા આ મહોત્સવમાં રાજકોટના જાણીતા ગાયક માર્ગી પટેલ અને સાગર રાવલ (ભૂદેવ)ની સંગીતની ધૂન પર લોકો મન મૂકીને નાચ્યા હતા.
ન્યુ કાલિંદી વર્લ્ડ સ્કૂલની બાજુમાં આવેલા સેટેલાઇટ પાર્ક મેઈન રોડ પર યોજાયેલા આ મહોત્સવમાં માર્ગી પટેલની પૂનમની રઢિયાળી રાતના ગીતોએ માહોલને વધુ ઉત્સાહી બનાવ્યો હતો. ખોડલધામ યુવા સમિતિ (KDYS) જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જામનગર માર્ગી પટેલનો ઝાકમજોળ મ્યુઝિક કોન્સર્ટ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.
ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો, તારી મારી ભાઈબંધી ને નજર ન લાગે, અને લોહીનો નોતો સબંધ લાગણી ની હતી યારી.. જેવા ગીતોએ સૌને ભાવુક કરી દીધા હતા. લક્ષી ઢોલ ગ્રુપની ધમાકેદાર પ્રસ્તુતિએ મહોત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા. શરદ પૂનમની રાત્રે ખોડલધામ સંગ ગરબે ઘૂમવાનો અનોખો અનુભવ લોકોને મળ્યો હતો.
જામનગરના ખેલૈયાઓ આ મહોત્સવમાં જોરશોરથી જોડાયા હતા અને મોડી રાત સુધી ગરબે રમ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની યુવા પાંખ કેડિવીએસ દ્વારા આયોજિત આ મહોત્સવ એક સફળ કાર્યક્રમ રહ્યો હતો અને શહેરવાસીઓના દિલ જીતી લીધા હતા.