ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર નજીકથી સગીરાનું અપહરણ કરી જનાર શખસને ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પરથી ભોગબનનાર સાથે ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં અપહરણ કરવામાં એક સગીરએ મદદદગારી કરી હોવાનું ખુલતા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીગ્રામ પોલીસ મથકમાં ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર ખાતે રહેતી સગીરવયની પુત્રીનું વિસ્તારમાં જ રહેતો જયરાજ સુરેશભાઈ કાઠી અપહરણ કરી ભગાડી ગયો હોવાણી ફરિયાદ ભોગબનનાર ના પિતાએ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ હ્યુમન સોર્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પો.હેડ.કોન્સ.રવિભાઈ ગઢવી અને રોહિતદાન ગઢવીને ચોક્કસ બાતમી મળી હતી કે, સગીરાનું અપહરણ કરી જનાર જયરાજ કાઠી સગીરા સાથે જામનગર રોડ પર જલારામ હોટેલ પાસે ઉભો છે. જે બાતમીના આધારે પોલીસએ સ્થળ પર પહોંચી શખ્સને ઝડપી લઈ સગીરા સાથે પોલીસ મથકે લાવી સગીરાના માતા પિતાને જાણ કરી હતી. સગીરાના માતા-પિતા પોલીસ મથકે પહોંચતા સહી સલામત રીતે પુત્રીને સોંપી પકડાયેલા શખ્સની પુછપરછ કરતા સગીરાને ભગાડી જવામાં તેના એક સગીર મિત્રએ મદદ કરી હોવાનું જણાવતા પોલીસે સગીરની અટકાયત કરી હતી.
આ કાર્યવાહી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચનાથી એસીપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech