રાજકોટમાં એસ્ટેટ બ્રોકર પાસેથી ધંધાકીય જરૂરિયાત માટે ઉછીના લીધેલા રૂપિયા 3.50 લાખ પરત કરવા આપેલા બે ચેક રિટર્ન થવાના બે કેસમાં અદાલતે હાલના જ્યુસ ધંધાર્થીને બંને કેસમાં એક એક વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ચુકવી દેવા હુકમ કર્યો છે.
રાજકોટમાં તિરૂપતીનગર, રૈયા રોડ ખાતે રહેતા એસ્ટેટ બ્રોકર ભરતકુમાર મનસુખલાલ બુદ્ધદેવ પાસેથી અશોક રઘુભાઈ સમેચાએ તેમના ધંધાના વિકાસ અર્થે ગત ઓગષ્ટ ૨૦૧૭ના સમયગાળામાં કુલ રૂ।. ૩.૫૦ લાખ હાથ ઉછીના લઇ ભરતભાઈ બુધ્ધદેવ જોગ પ્રોમિસરી નોટ લખી આપેલ હતી અને નિયત સમય મર્યાદામાં હાથ ઉછીની રકમ ચુકવવા બાંહેધરી આપેલ હતી. આ રકમની ચુકવણી પેટે રૂા. ૨ લાખ અને રૂા. ૧.૫૦ લાખના કુલ બે ચેક ઈશ્યુ કરી આપેલ હતા. જે ચેક વસુલાત માટે તેમની બેન્કમાં રજૂ રાખતા સદરહું બન્ને ચેક ફંડસ ઈસફિસિયન્ટની નોંધ સાથે પરત ફરેલ હતા. જેથી કાયદેસરની ડિમાન્ડ નોટીસ મોકલવા છતાં અશોક સમેચાએ ચેકની રકમ ન ચુકવતા ભરતભાઈ બુદ્ધદેવે બન્ને ચેક અનુસંધાને બે ફરિયાદ દાખલ કરેલ હતી. જેની ટ્રાયલ દરમ્યાન આરોપીએ કોર્ટમાં હાજર થઈ કોર્ટ રૂબરૂ ફરિયાદીને તેની રકમ કટકે કટકે અને હપ્તામાં ચુકવવા માટે લેખિત બાંહેધરી આપી હતી. પરંતુ લેખિત બાંહેધરી મુજબ આરોપી નિયમિત હપ્તાઓ ચુકવતા ન હોય, કોર્ટે ટ્રાયલ ચાલુ કરી હતી. જેમાં ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ તેમજ આરોપીએ ન કોર્ટ રૂબરૂ લખી આપેલ લેખિત બાંહેધરીને ધ્યાને લઈ કોર્ટે આરોપી આદેશ કોકોનટ રસના ધંધાર્થીને બન્ને કેસમાં એક એક વર્ષની એટલે કે કુલ બે વર્ષની કેદની સજા અને રૂા. ૩.૫૦ લાખ ફરિયાદી ભરત બુદ્ધદેવને ચુકવી આપવા અને આરોપી સદરહુ રકમ ચુકવવામાં નિષ્ફળ નિવડે તો વધુ એક માસની કેદની સજા કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપી તરફે યશસ્વી એસોસિએટસના યુવા ધારાશાસ્ત્રી વિવેક એલ. ધનેશા, કરશન એમ. ભ૨વાડ, નિકિતા ડી. સોલંકી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech