પોરબંદર જિલ્લા પંચાયતમાં બોગસ ડોકયુમેન્ટ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થવર્કર તરીકે પાંચ વર્ષ પહેલા નોકરી મેળવનાર શખ્શે બોગસ ડોકયુમેન્ટ બનાવ્યા હતા અને જે તે સમયે તેની સામે ગુન્હો દાખલ થયો હતો અને તેને આ દસ્તવેજ બનાવવામાં મદદગારી કરનાર પશ્ર્ચિમ બંગાળના ઇસમની સંડોવણી ખુલી હતી તેથી પોરબંદર એલ.સી.બી.એ. પાંચ વર્ષથી વોન્ટેડ શખ્શને પશ્ર્ચિમ બંગાળ જઇને પકડી પાડયો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય. જે ખાસ ડ્રાઇવ અનુસંધાને એલ.સી.બી., ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. મુકેશભાઇ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ તથા જીતુભાઇ દાસા તથા પી.સી. અજયભાઇ ચૌહાણને ખાનગી રાહે હકીકત મળેલ કે કમલાબાગ પોલીસ સ્ેટશનમાં બોગસ દસ્તાવેજના ગુનાના ફરીયાદી ડો. પિયુષ છગનભાઇ વાજા પોરબંદર તાલુકા હેલ્થઓફિસરે એવા મતલબની ફરિયાદ આપેલ હતી કે કમલેશભાઇ માલદેભાઇ ડાકી રહે. વિરોલ ગામ, તા. માંગરોળ, જી. જૂનાગઢવાળાએ ટેકનોગ્લોબલ યુનિવર્સીટી શિલોંગ (મેઘાલય)ના ડીપ્લોમા ઇન હેલ્થ અને સેનેટરી ઇન્સપેકટરની લાયકાતના ખોટા પ્રમાણપત્રો બનાવી પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ખોટા પ્રમાણપત્રોનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારી નોકરી મેળવી ગુન્હો કરેલ હોય જેથી ઉપરોકત વિગતેની ફરિયાદ આપતના ગુનો દાખલ કરવમાં આવેલ. જે ગુનામાં આરોપી કમલેશ માલદેભાઇ ડાકીએ સહઆરોપી અશોક નાથાભાઇ બામણીયાની મદદથી કુંદનપ્રસાદ જવાહરલાલ શાહ રે. ૧૩ એન.એસ.બી. રોડ, ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સસામે, રાણીગંજ બર્ધમાન, પશ્ર્ચિમબંગાળવાળા પાસે ખોટા પ્રમાણપત્રો બનાવેલ હોય અને મજકુર આરોપી કુંદનપ્રસાદ જવાહરલાલ શાહ છેલ્લા પાંચ વર્ષથી ઉપરોકત ગુનામાં નાસીતો ફરતો હોય અને હાલ બર્ધમાન પશ્ર્ચિમ બંગાળ ખાતે હોવાની હકીકત મળતા એલ.સી.બી. સ્ટાફના એ. એસ.આઇ. મુકશભાઇ માવદીયા તથા હેડ કોન્સટેબલ સલીમભાઇ પઠાણ તથા જીતુભાઇ દાસા, પી.સી. અજયભાઇ ચૌહાણને બર્ધમાન પશ્ર્ચિમ બંગાળ ખાતે ઉપરોકત આરોપીની તપાસમાં મોકલતા આરોપી કુંદનપ્રસાદ વજવાહરલાલ શાહ ઉ.વ. ૪૫ રહે. નંદનકોલોની રણીસાયર રાણીગંજ પોલીસ સ્ટેશન, પશ્ર્ચિમ બર્ધમાન પશ્ર્ચિમ બંગાળવાળા બર્ધમાન પશ્ર્ચિમ બંગાળ ખાતેથી મળી આવતા આરોપીને ઉપરોકત ગુન્હાના કામે વધુ પૂછપરછ અર્થે પોરબંદર લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પોલીસસ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ.આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા , હેડકોન્સ્ટેબલ ઉદયભાઇ વ, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વીરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર હેડકોન્સ્ટેબલ ગોવિંદભાઇ માળીયા, ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech