મોટરસાયકલ ધીમું ચલાવવાનું કહેતા શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા

  • May 19, 2025 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કરચલીયા પરા વિસ્તારમાં બજરંગ અખાડા નજીક રહેતા યુવાને પોતાનો બે વર્ષીય પુત્ર રમી રહ્યો હતો ત્યારે એક શખ્સ તેનું મોટરસાયકલ પૂરપાટ ઝડપે લઈ નીકળતા યુવાને તેને ધીમું ચલાવવાનું કહેતા શખ્સે ઉશ્કેરાઈજઈ છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધવાઈ હતી.
શહેરના કરચલીયા પરા, બજરંગ અખાડામાં રહેતા કિશોરભાઈ ઉર્ફે એકસો આઠ જેન્તીભાઇ મકવાણા(ઉ. વ. ૩૨)એ એવી ફરિયાદ નોંધાવી હતી કે  રાત્રીના મારા ઘર પાસે કાંતુબેનની દુકાન આવેલ હોય તે દુકાન પાસે હુ તથા મા રી પત્ની કાળીબેન બેઠેલ હતા અને મારી દીકરો કાર્તિક ત્યા રમતો હતો તે વખતે રાત્રીના આશરે સાડા અગિયારેક વાગ્યે રો હીત ઉર્ફે જાડીયો ચંદુભાઈ મેર (રહે. ક.પરા રૂખડીયા હનુમાન પાસે ભાવનગર )દીનાભાઇની દુકાન તરફથી તેની મોટરસાયકલ લઇને પુર ઝડપે ચલાવી આવતા મે તેને ઉભો રાખી ધીમે ચલાવ છોકરા રમે છે વાગી જશે તેમ કહેતા તે એકદમ ઉશ્કે રાઇ ગયેલ અને મને ગાળો આપી તેના પડખા માથી એક છરી કાઢિ મને મારવા જતા મે તેની છરી ડાબા હાથની હથેળીમાં પકડી લીધેલ જેથી તેણે છરી ખેંચતા મને હથેળીમાં છરી વાગી ગયેલ અને છરીનો બીજો ઘા મને જમણા હાથના કાંડા પાસે મારી દીધેલ અને ત્યા મારી પત્ની કાળીબેન તથા દુકાન વાળા કાંતુબેન શૈલેષભા ઇ મકવાણા બંને હાજર હોય તેઓ વચ્ચે પડતા આ રોહીત ઉર્ફે જાડીયો તેનુ મોટરસાયકલ લઇને જતો રહ્યો હતો.  મને ડાબા હાથની હથેળી તથા જમણા હાથના કાંડા પાસે છરી વાગેલ હોય જેથી કાંતુબેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં  મને મારા મમ્મી નાનીબેન સર.ટી. હોસ્પીટલ સારવારમાં ખસેડ્યો હતો.જ્યાં આગળ તબીબોએ  મને વધુ સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પીટલ લઈ જવાની સલાહ આપી હતી. આ અંગે ગંગાજળીયા પોલીસે ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application