પોરબંદરમાં ગાંજા સાથે પકડાયેલા શખ્શનો શરતી જામીન ઉપર છૂટકારો થયો છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર એસ.ઓ.જી. પોલીસ સ્ટાફમાં મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે વોચના આધારે કાવેરી હોટલ પાસે, સુરજ પેલેસ પાસે પસાર થતી રેલ્વેલાઇનના પાટા પાસે એક આરોપીને ઝડપી પાડી પંચોની હાજરીમાં તેની તલાસી લેતા હાજર ઇસમ શની ઉર્ફે ગાભો રમણીકલાલ ચૌહાણના હાથમાં રહેલ સફેદ કલરની થેલીમાંથી શંકાસ્પદ માદક દ્રવ્ય મળી આવતા સ્થળ ઉપર જ એફ.એસ.એલ.ની ટીમ બોલાવી શંકાસ્પદ માદક દ્રવ્યની સાઇન્ટીફીક કીટ દ્વારા પરીક્ષણ કરવામા આવતાં શંકાસ્પદ દ્રવ્ય ગાંજો હોવાનુ જાણવા મળેલ અને ઉપરોકત ગાંજાને પંચોની હાજરીમાં વજન કરવામાં આવતા ૧૧૮૨ ગ્રામ અંકે ા. ૧૧,૮૨૦ની કિંમતનો ગાંજો મળી આવતા પોલીસે આરોપીની અટક કરી ઉપરોકત ગાંજાનો જથ્થો કોની પાસેથી મેળવેલ છે? તે અંગે પૂછપરછ કરતા ઉપરોકત ગાંજાનો જથ્થો આરોપી શની રમણીક ચૌહાણને રેલ્વેમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતા ગોવિંદ ભેલાલ મેઘવાર નામના વ્યક્તિએ આપેલ હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી ગોવિંદ ભેલાલ મેઘવારને અટક કરી બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીઓને જ્યુડી. કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ હતા.
ત્યારબાદ આરોપીઓ દ્વારા પોરબંદરના એડવોકેટ એમ.જી. શીંગરખીયાને રોકી કોર્ટમાં જામીન મુકત થવા માટે જામીન અરજી રજૂ રાખતા જામીન અરજીની સુનવણી હાથ ધરવામાં આવેલી હતી. જેમાં સુનવણી દરમિયાન ફરીયાદપક્ષે સરકારી વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવેલી હતી કે આરોપી નાર્કોટીકસ એકટ અન્વયેનો ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ હોય અને આવા માદક પદાર્થોની હેરાફેરી કરી વેચાણ કરી આજના યુવાધનને બરબાદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય, જો આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો આરોપીઓ ફરીથી આવા ધંધાઓ ચાલુ રાખશે અને સમાજમાં ડ્રગ્સનું દૂષણ ફેલાવશે. જેથી આરોપીઓને જામીન મુકત કરવા ન જોઇએ. ત્યારબાદ સામાપક્ષે આરોપીના વકીલ દ્વારા એવી દલીલો કરવામા આવેલી હતી કે, આરોપીઓએ કહેવાતો કોઇ ગુન્હો કરેલ ન હોય, પરંતુ પોલીસે કામગીરી બતાવવા ખોટા ગુન્હામાં સંડોવી દીધેલ હોય, ઉપરોકત ગુન્હાના કામે પોલીસે લગાડેલી કલમો જોવામાં આવે તો દશ વર્ષથી ઉપર સજાનો ગુન્હો ન હોય અને જે કહેવાતો મુદામાલ પોલીસે કબ્જે કરેલ છે, તે ઇન્ટરમીડીએટ કવોન્ટીટીનો હોય, કોમર્શીયલ કવોન્ટીટીનો ન હોય, તેમજ આરોપીઓ વિધ્ધ અગાઉ કોઇ ગુન્હા નોંધાયેલા ન હોય, આરોપીઓ પોરબંદરના સ્થાનિક રહેવાસી હોય, કયાંય નાશી ભાગી જાય તેમ ન હોય, જેથી આરોપીઓને જામીન મુકત કરવા અરજ કરેલી.
ત્યારબાદ બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો ધ્યાને લઇ શની ઉર્ફે ગાભો રમણીકલાલ ચૌહાણ તથા ગોવિંદ ભેલાલ મેઘવારને જામીન મુકત કરવાનો હુકમ અદાલતમાં જાહેર કર્યો હતો. આ કામમાં આરોપીપક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, એમ.ડી.જુંગી, વી.જી. પરમાર, રાહુલ એમ. શિંગરખીયા, જીજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા તથા પંકજ બી. પરમાર. રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech