જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તરફથી ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા કરેલ સુચના મુજબ, ગીરસોમનાથએસ.ઓ.જી. ઇ.પોલીસ ઇન્સ. એન.બી.ચૌહાણના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. સ્ટાફનાએ.એસ.આઇ. પ્રતાપસિહ ગોહીલ , ગોવિંદભાઇ રાઠોડ, મેરામણભાઇ શામળા ,પો.હેડ કોન્સ. ગોપાલસિહ મોરી , ગોપાલભાઇ મકવાણા,પો.કોન્સ. મહાવિરસિહ જાડજા, મેહત્પલસિહ પરમાર , કૈલાશસિહ બારડ સહિતના પોલીસ સ્ટાફ સાથે કામગીરી બાબતે તાલાળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એ.એસ.આઇ. પ્રતાપસિહ ગોહીલ તથા પો.કોન્સ. મહાવિરસિહ જાડેજા તથા કૈલાશસિંહ બારડને મળેલ સયુકત બાતમી આધારે સાંગોદ્રા ગામે, હીરણ નદીના કાઠે થી ગે.કા. લાયસન્સ કે પરવાના વગર દેશી જામગરી બંદૂક સાથે પકડીપાડી આરોપી વિરૂધ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં આમ્ર્સ એકટ મુજબ ગુન્હો રજી. કરાવેલ.આરોપી અલાયા ગનીભાઇ કેવર, ઉવ.૭૨, તાલાલા તાલુકાનાં સાંગોદ્રા ગામથી ઝડપાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech