જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટમાં 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી દેવાના ગુનામાં સંડોવાયેલા આરોપી બીલાલશાહ હસનશાહ શાહમદાર(ઉ.વ 32 રહે. હર્ષદ મિલની ચાલી, જામનગર) વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર. ગોંડલીયા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ તેના પર મંજૂરીની મહોર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઈશ્યુ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોરંટની બજવણી કરી આરોપી બિલાલશાહની પાસા હેઠળ અટકાયત કરી તેને ભાવનગર જેલ હવાલે કર્યો છે. આરોપી સામે અગાઉ રાજકોટમાં છેતરપિંડીના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે.
થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી. વાઘેલાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.એસ.મહેશ્વરી, એએસઆઈ રાજેશભાઈ મેર તથા સ્ટાફે થોરાળા પોલીસ મથકમાં વર્ષ 2017 માં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી અનીશ કિશોરભાઈ ગોસલીયા (ઉ.વ 39 રહે. દર્શના હાઈટ થાણે, મહારાષ્ટ્ર) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech