સિદસરમાં વાહનમાં ત્રણ ભેંસ ભરીને નીકળનાર પકડાયો

  • April 11, 2025 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઢેબર ગામના શખ્સ સામે ફરીયાદ : કુલ ૬.૨૦ લાખનો મુદામાલ કબ્જે


જામજોધપુર તાલુકાના સિદસર ગામમાંથી પિકઅપ બોલેરોમાં ત્રણ ભેંસ ભરીને નીકળનારને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ વાહનમાં ભેંસ માટે ઘાસચારો કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પોલીસે ઢેબરના શખ્સ સામે ફરીયાદ દાખલ કરી છે.

જામજોધપુર તાલુકાના સીદસર ગામના રોડ પર ગઇકાલે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જીજે-૩૭-વી-૯૧૯૨ નંબરની મહેન્દ્રા બોલેરો પીકપ વાન ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી, અને તલાસી લેતા તે વાહનમાં ત્રણ ભેંસ ખીચોખીચ ભરવામાં આવી હતી અને  ભેંસ માટે ઘાસચારો કે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.  પોલીસે ત્રણ ભેસ કબજે લીધી હતી ઉપરાંત બોલેરો પણ કબજે લઈ તેના ચાલક ભાણવડ તાલુકાના ઢેબર ગામના મામદ જૂસબભાઈ હિંગોરાની અટકાયત કરી હતી. અને તેની સામેની પશુ ઘાતકીપણાની  કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પિકઅપ વાહન અને પશુઓ મળી ૬.૨૦ લાખનો મુદમાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application