છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતના ગુનાનો આરોપી છ વર્ષે બેંગ્લોરથી ઝડપાયો

  • April 02, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરના  નિલમબાગ પોલીસ મથક અને મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હાઓમાં છેલ્લા છએક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીનેભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે  બેંગ્લોરથી ઝડપી લીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો નાસતાં-ફરતાં આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર શહેરના  નિલમબાગ પોલીસ મથક ના ફ.ગુ.ર.નં.૧૦૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ:-૪૦૬,૪૨૦, ૧૧૪ મુજબ અને  મોરબી તાલુકા પોલીસ મથક ના ફ.ગુ.ર.નં.૨૧/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ બી, ૧૧૪ મુજબના ગુન્હાઓમાં  નાસતાં- ફરતા આરોપી યાજ્ઞિક ઉર્ફે યુવરાજ ઉર્ફે બંટી ઉર્ફે શુભમ ઉર્ફે પ્રમોદ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે જીનેશ પટેલ ઉર્ફે હરેશ પટેલ વાસુદેવભાઇ દલપતરામ રહે.૬૦૨,જન કલ્યાણ પેલેસ, લક્ષ્મીનારાયણ સોસાયટી, મોરબીવાળા હાલ બેંગ્લોર, કર્ણાટક ખાતે રહે છે.જે બાતમી આધારે એલ.સી.બી સ્ટાફના માણસો બેંગ્લોર ખાતે જઇ તપાસ કરતા ઉપરોક્ત બંને ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતા વધુ પુછપરછ અર્થે ભાવનગર ખાતે લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરતા ઉપરોક્ત બંને ગુન્હા ઓમાં પકડવાના બાકી હોવાનું જણાવતા  યાજ્ઞિક ઉર્ફે યુવરાજ ઉર્ફે બંટી ઉર્ફે શુભમ ઉર્ફે પ્રમોદ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે જીનેશ પટેલ ઉર્ફે હરેશ પટેલ વાસુદેવભાઇ દલપતરામ નિમાવત (ઉ.વ.૩૫ ધંધો-શેર બજારનો રહે.મુળ-૬૦૨,જન કલ્યાણ પેલેસ, લક્ષ્મીનારાયણ સોસાયટી, મોરબી હાલ-બી/૪૦૪,એસ્પેન હુડ સોસાયટી, રાજ એગ્ઝોટીકા સામે, હુલીમાઉ, બેંગ્લોર-૫૬૦૦૭૬ તથા તથા એ/૯૦૧, ઓસ્વાલ, કનેકીયા,મીરાં રોડ, મુંબઇ)ની ધોરણસર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી સામે ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકના ફ.ગુ.ર.નં.૧૦૫/૨૦૧૮ ઇ.પી.કો.કલમ:-૪૦૬,૪૨૦, ૧૧૪ જ્યારે  મોરબી તાલુકા પોલીસ મથક ના ફ.ગુ.ર.નં.૨૧/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ બી, ૧૧૪ મુજબનો ગન્હો નોંધાયો હતો. આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ,સાગરભાઇ જોગદીયા, મહેન્દ્રભાઇ ચૌહાણ,વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, હસમુખભાઇ પરમાર તેમજ  હેમરાજભાઇ ચારડીયા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application