પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે (5 ઓગસ્ટ) બાંગ્લાદેશમાં બળવા પર પ્રતિક્રિયા આપી. મમતા બેનર્જીએ જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર નક્કી કરશે કે આ (બાંગ્લાદેશ) મુદ્દા સાથે કેવી રીતે વ્યવહાર કરવો. તેમણે કહ્યું કે તમામ રાજકીય પક્ષોના નેતાઓને અપીલ છે કે તેઓ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવાથી બચે, જેનાથી બંગાળ અથવા દેશમાં શાંતિ ભંગ થઈ શકે.
કોમી સૌહાર્દ જાળવવા કરી અપીલ
બંગાળના સીએમએ કહ્યું, "કેટલાક ભાજપના નેતાઓ આ અંગે ટિપ્પણી કરી ચૂક્યા છે." આવું ન કરવું જોઈએ." સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાની અપીલ કરતા તેણીએ કહ્યું "હું બંગાળના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો, જે પણ નિર્ણય હોય કેન્દ્ર સરકાર લેશે, અમે તેને સમર્થન આપીશું.
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ ગયા મહિને કોલકાતામાં એક રેલીને સંબોધિત કરતી વખતે બાંગ્લાદેશના શરણાર્થીઓને આશ્રય આપવાની વાત કરી હતી. જેના પર રાજકારણ ગરમાયું હતું. તેણીએ કહ્યું હતું કે, "હું બાંગ્લાદેશ વિશે કંઈ કહી શકતી નથી, કારણકે તે એક અલગ દેશ છે. ભારત સરકાર તેના વિશે વાત કરશે, પરંતુ જો બાંગ્લાદેશના લાચાર લોકો બંગાળના દરવાજા ખખડાવશે તો અમે તેમને આશ્રય આપીશું."
દેખાવકારોએ પીએમના નિવાસસ્થાનમાં ઘૂસીને કરી તોડફોડ
શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ હજારો વિરોધીઓ પીએમના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. બાંગ્લાદેશમાં વિરોધ વધી જતાં ટોળાએ ઢાકામાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના પિતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પણ તોડી નાખી હતી.
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના મહાસચિવે ત્યાંના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું, "તમામ અન્યાય સામે પગલા લેવામાં આવશે, દરેક હત્યાનો સામનો કરવામાં આવશે. વડાપ્રધાને રાજીનામું આપી દીધું છે અને હવે અમે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે વચગાળાની સરકાર બનાવીશું."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech