રાજસ્થાન સબ ઈન્સ્પેક્ટર પરીક્ષા 2021ના પેપર લીક કેસમાં આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC)ના ભૂતપૂર્વ સભ્ય રામુરામ રાયકાની રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પુત્ર અને પુત્રીની થઈ ચૂકી છે ધરપકડ
એસઓજીએ રવિવારે રાયકાના પુત્ર અને પુત્રીની સાથે અન્ય ત્રણ તાલીમાર્થીઓની પેપર લીકમાં સંડોવણી અને પરીક્ષામાં સ્થાન મેળવવા બદલ ધરપકડ કરી હતી. એડીજી સોગ વીકે સિંહે સોમવારે જણાવ્યું હતું કે, "પૂર્વ RPSC સભ્યની રવિવારે તેમના બાળકોને સબ-ઇન્સ્પેક્ટરની ભરતી પરીક્ષાના પેપર આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી." રાયકાને સોમવારે પોલીસ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આરોપીને રિમાન્ડ પર મોકલી આપ્યો હતો
ધરપકડ કરાયેલા તમામ પાંચ આરોપીઓને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 7 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.
આ પાંચ બાળકોની પણ કરાઈ ધરપકડ
એક સત્તાવાર નિવેદન અનુસાર, ધરપકડ કરાયેલા તાલીમાર્થીઓમાં શોબા રાયકા અને તેના ભાઈ દેવેશ રાયમાનો સમાવેશ થાય છે. બંને રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય રામુરામ રાયકાના સંતાનો છે. અન્ય ત્રણ તાલીમાર્થીઓમાં મંજુ દેવી, અવિનાશ પલસાનિયા અને વિજેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.
પાંચેય તાલીમાર્થીઓને રાજસ્થાન પોલીસ એકેડમી (RPA)માંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને શનિવારે પૂછપરછ માટે SOG ઓફિસમાં લાવવામાં આવ્યા હતા.
61 સામે ત્રણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે
સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા 2021 કેસમાં અત્યાર સુધીમાં 61 આરોપીઓ સામે ત્રણ અલગ-અલગ ચાર્જશીટ સબમિટ કરવામાં આવી છે. માહિતી અનુસાર, 61 આરોપીઓમાં 33 તાલીમાર્થી સબ-ઇન્સ્પેક્ટર છે, ચાર પસંદગીના ઉમેદવારો છે જેઓ સેવામાં જોડાયા નથી અને 24 તેમના સહયોગી છે જે પેપર લીક ગેંગ સાથે સંકળાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech