Maharashtra Election: મહાયુતિમાં સીટ શેયરીંગ ફાઈનલ, ભાજપ અને NCP શિવસેના કેટલી સીટ પર લડશે ચૂંટણી

  • October 22, 2024 11:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. રાજ્યમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજિત પવાર)ની ગઠબંધન સરકાર છે. 2019ની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 105 બેઠકો જીતી હતી. આ વખતે પણ મહાયુતિ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે અને બેઠક વહેંચણીને લઈને અંતિમ રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. હાલ ભાજપના 103 ધારાસભ્યો છે. શિવસેના (શિંદે) પાસે 40 અને NCP (અજિત) પાસે 43 ધારાસભ્યો છે.


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. મહાગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે ટિકિટની વહેંચણીથી લઈને બેઠકોની વહેંચણી સુધીની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મહાવિકાસ અઘાડી અને મહાયુતિ પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ ક્રમમાં સત્તાધારી ગઠબંધનમાં બેઠકોની વહેંચણી લગભગ આખરી બની ગઈ છે. સૂત્રોનું માનીએ તો ભાજપ 156 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 78થી 80 અને અજિત પવારની એનસીપીને 53થી 54 બેઠકો મળી છે.


વાસ્તવમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. રાજ્યમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજિત પવાર)ની ગઠબંધન સરકાર છે. 2019ની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 105 બેઠકો જીતી હતી. આ વખતે પણ મહાયુતિ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે અને બેઠક વહેંચણીને લઈને અંતિમ રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. હાલ ભાજપના 103 ધારાસભ્યો છે. શિવસેના (શિંદે) પાસે 40 અને NCP (અજિત) પાસે 43 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application