બે દિવસની હરાજીની પ્રક્રિયામાં છ કંપનીઓએ ભાગ લીધો: અદાણી પાવર ૧૦મા રાઉન્ડમાં રૂા. ૧૫,૮૮૫ કરોડની અંતિમ ઓફર કર્યા બાદ રેસમાંથી બહાર નીકળી ગયું: ૧૧મા રાઉન્ડમાં એકમાત્ર બિડર જેએસડબ્લ્યુ એનર્જીએ અદાણીની બિડ કરતાં રૂા. ૧૦૦ કરોડ વધુ બિડ કરીઆજકાલ પ્રતિનિધિ
જેએસડબ્લ્યુ એનર્જીએ અદાણીની ૬ વર્ષની મહેનતને બરબાદ કરી દીધી છે. મહાનદી પાવરની હરાજીમાં જેએસડબ્લ્યુ એનર્જીએ કેએસકે મહાનદી પાવર માટે . ૧૫,૯૮૫ કરોડની સૌથી વધુ બોલી લગાવી છે. શનિવારે સમા થયેલી હરાજીમાં તેણે અદાણી પાવરને હરાવ્યો હતો. અદાણીની નજર કેએસકે મહાનદી પાવર પર ૬ વર્ષથી વધુ સમયથી હતી. બે દિવસની હરાજીની પ્રક્રિયામાં છ કંપનીઓએ ભાગ લીધો હતો. અદાણી પાવર ૧૦મા રાઉન્ડમાં . ૧૫,૮૮૫ કરોડની અંતિમ ઓફર કર્યા બાદ રેસમાંથી બહાર નીકળી ગયું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ૧૧મા રાઉન્ડમાં એકમાત્ર બિડર જેએસડબ્લ્યુ એનર્જીએ અદાણીની બિડ કરતાં . ૧૦૦ કરોડ વધુ બિડ કરી હતી. જેએસડબ્લ્યુ એનર્જી અને અદાણી પાવરે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
મળતી માહિતી અનુસાર, નાણાકીય સેવા કંપની કેપ્રી ગ્લોબલ પણ રેસમાં હતી પરંતુ . ૧૫,૮૫૦ કરોડની અંતિમ ઓફર કર્યા બાદ ૧૦મા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. નવીન જિંદાલની જિંદાલ પાવર, અનિલ અગ્રવાલની વેદાંત અને સરકારી પાવર કંપની એનટીપીસી લિમિટેડ ૯મા રાઉન્ડ સુધી સક્રિય બિડર હતી.
પીડબ્લ્યુસીએ રિઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી), સુમિત બિનાનીને ટેકો આપ્યો. આરપીએ નાણાકીય લેણદારો પાસેથી . ૨૯,૩૩૦ કરોડના દાવા મંજૂર કર્યા છે. ધિરાણકર્તાઓ માટે અપફ્રન્ટ રિકવરી આશરે . ૨૬,૪૮૫ કરોડ અથવા ૯૦% હશે. જેમાં જેએસડબ્લ્યુ ની . ૧૫,૯૮૫ કરોડની ઓફર અને . ૧૦,૫૦૦ કરોડની રોકડ અને નિર્વિવાદ ભંડોળની રસીદોનો સમાવેશ થાય છે. એનસીએલટીએ ઓગસ્ટમાં આરપીને . ૬,૪૦૦ કરોડની રોકડ (૧૦,૫૦૦ કરોડમાંથી) વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
જેએસડબ્લ્યુ એનર્જી માટે પાવર સેકટરમાં આ ત્રીજું મોટું એકિવઝિશન છે. ડિસેમ્બર ૨૦૨૨માં, તેણે . ૧,૦૪૮ કરોડમાં ૭૦૦ મેગાવોટની ઇન્ડ બર્થ એનર્જી હસ્તગત કરી અને માર્ચ ૨૦૨૩માં તેની પેટાકંપની જેએસડબ્લ્યુ નિયો એનર્જીએ સહાયક કંપની પાસેથી આશરે . ૧૦,૧૫૦ કરોડમાં ૧,૭૫૩ મેગાવોટ રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો હસ્તગત કર્યેા.
કેએસકે મહાનદી પાવર પાસે છત્તીસગઢમાં ૬૦૦ મેગાવોટના ત્રણ ઓપરેશનલ કોલસા આધારિત એકમો છે. અદાણીની નજર કેએસકે મહાનદી પાવર પર ૬ વર્ષથી વધુ સમયથી હતી. નાદારી કોડ હેઠળ, તેણે અવંથા પાવરની કોરબા વેસ્ટ પાવર, કોસ્ટલ એનર્જન અને લેન્કો અમરકંટક પાવર નામની ઓછામાં ઓછી ત્રણ પાવર કંપનીઓ હસ્તગત કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech