દિલ્હીમાં એમપોકસનો શંકાસ્પદ કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આ એડવાઈઝરી જારી કરી છે. એરપોર્ટ પર પણ તકેદારી વધારવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાયોને એમપોકસના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા, ચેપની પુષ્ટ્રિ થાય તો તેમને અલગ રાખવા સલાહ
આપી છે.
એડવાઈઝરી જણાવે છે કે પુણેની તપાસમાં એક પણ પુષ્ટ્રિ થયેલ કેસ બહાર આવ્યો નથી. એરપોર્ટ પર શંકાસ્પદ દર્દીઓ જોવા મળે તો તાત્કાલિક આરોગ્ય તપાસ કરાવવા સૂચના આપવામાં આવી છે. રાય એઇડસ નિયંત્રણ સમિતિઓને પણ એમ્પોકસ અંગે જાગૃતિ વધારવા માટે અપીલ કરવામાં આવી છે. એડવાઈઝરીમાં શંકાસ્પદ અને કન્ફર્મ કેસના કિસ્સામાં આઈસોલેશનની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ દર્દીનું કોન્ટ્રાકટ ટ્રેસિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના કેસ ૧૮ થી ૪૪ વર્ષની વચ્ચેના પુષોના છે. આ વાયરસ સામાન્ય રીતે જાતીય સંપર્ક દ્રારા ફેલાય છે. ત્યારબાદ તે અન્ય માધ્યમો દ્રારા એકબીજામાં ફેલાય છે. જો આપણે લક્ષણો વિશે વાત કરીએ તો, ફોલ્લીઓ અને તાવ જોવા મળ્યો છે. લગભગ અડધા કેસોમાં, દર્દીઓ પણ એચઆઈવીથી સંક્રમિત જોવા મળ્યા છે. આફ્રિકા એમપીઓકસનું હોટસ્પોટ બની ગયું છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દિલ્હીમાં પ્રથમ શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. હાલ તેમની હાલત સ્થિર છે. તેના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. એમપોકસ અગાઉ મંકીપોકસ તરીકે ઓળખાતું હતું. આ વાયરસે છેલ્લા ઘણા સમયથી આફ્રિકાના કેટલાક દેશોમાં તબાહી મચાવી છે. પરંતુ ૨૦૨૨ માં આ વાયરસ વૈશ્વિક ચિંતા તરીકે ઉભરી આવ્યો.
એમ્પોકસને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્રારા આંતરરાષ્ટ્ર્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. એમપોકસના કારણે અત્યાર સુધીમાં ૨૨૩ લોકોના મોત થયા છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, અત્યાર સુધીમાં એમપોકસના કુલ ૧૦૨,૯૯૭ કેસ નોંધાયા છે. તે જ સમયે ૨૨૩ લોકોના મોત થયા છે. આમાંથી અડધાથી વધુ કેસો આફ્રિકન દેશોના હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech