અમરેલી ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખે ભાજપના જ ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે ધગધગતા આક્ષેપ સાથેનો લેટર બોમ્બ પ્રદેશ કક્ષાએ સંગઠનમાં મોકલતા કડકડતી ઠંડી વચ્ચે અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે વિધાનસભાની ચૂંટણી સમયથી જ અમરેલીના રાજકારણમાં સખડ ડખડ જોવા મળતું હતું બાદમાં લોકસભાની ચૂંટણીમાં પણ આંતરિક ડખ્ખો જાહેર સપાટી ઉપર જોવા મળ્યો હતો અને હજુએ આ આગના ધુમાડા નીકળી રહ્યા છે. જેનો વધુ એક પુરાવો અમરેલી ભાજપના તાલુકા પંચાયત પ્રમુખના લેટરથી સામે આવ્યો છે.
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયાએ પ્રદેશ મહામંત્રી રત્નાકરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, હત્પં અમરેલી તાલુકા પંચાયતનો પ્રમુખ છું, પરંતુ સમગ્ર વહીવટ વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરીયા કરે છે. અમને તેના અમરેલી સ્થિત કાર્યાલય કર્તવ્યમમાં બોલાવી અને એ યાં કહેત્ય સહી કરી દેવાની આથી અમે પ્રમુખ ખાલી દેખાવના જ છે. ૨ વર્ષ પહેલા ધારાસભાની ચૂંટણી લડતા હતા ત્યારે તેની સાથે કોંગ્રેસના લોકો વ્યકિતગત રીતે હતા અને હાલમાં પણ પ્રોત્સાહન આપે છે, આથી ભાજપના કાર્યકરો નારાજ કરે છે, આ માત્ર અમરેલી તાલુકા પંચાયત માં જ નહીં નગરપાલીકા અને જિલ્લા પંચાયતમાં પણ ચાલી રહ્યું છે. ત્યાંનો વહીવટ પણ પોતે જ કરે છે. તેની પાસે સત્તા હોવાથી કોઈ બોલી શકતું નથી. અને ફરિયાદ પણ કરી શકતું નથી.
વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી લડા પહેલા અમરેલી તાલુકાના અમુક ગામમાં જ દા મળતો હતો. અને છેલ્લા બે વર્ષથી તાલુકાના ૭૧ ગામમાં ૧ એક ગામ એવું વબકી નથી કે યાં દા ન મળતો હોય. પોલીસ પણ કૌશિક વેકરિયાને .૪૦ લાખનો મહિને હો આપે છે. રેતીમાં પણ એવું જ ચાલી રહ્યું છે. અમરેલી તાલુકા કે જિલ્લામાં કોઈપણ નબળા કામની આર્જિકરે કે ફરિયા ડકરે તો તે કોન્ટ્રાકટર જાય તો તેની પાસેથી પિયાનો વહીવટ કરી નબળા કામ કરાવે છે. પાર્ટીના કે ચૂંટાયેલા વ્યકિત કોઈ કામ લઈને જાયછે તો તેના કામ કરતાં નથી. અમરેલી તાલુકા ભાજપના મહમંત્રીની જગ્યા ખાલીછે અને ચૂંટણી લડા એને પોર્ન ચાર વર્ષ થયા ત્યારથી આ જગ્યા ખાલીપડી છે આ બાબતે ભાજપ પ્રમુખે પરદેશમાં અવાર નવાર રજૂઆત કરી છે. પરંતુ કૌશિક વેકરીયા તાલુકામાં પાર્ટીનું સંગઠન ન થાય અને લોકો અને કાર્યકરો તેની પાસે આવવા જોઈએ સંગઠનમાં નહીં આથી તાલુકામાં સંગઠનમાં માત્ર પ્રમુખ જ કાર્યરત હતા. નીચેનું સંગઠન હતું જ નહીં. આમ અનેક રીતે કોંગ્રેસના લોકોને આગળ કરી પોતાના ઈરાદાઓ પાર પાડી રહ્યા છે. આ બાબતે ખાનગી રાહે તપાસ કરાવીયોગ્ય કરશો તેમ રજૂઆતના અંતે જણાવ્યું છે. ત્યારે ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખના જ લેટર બોમ્બ ની પાર્ટી કેટલીક ગંભીરતા લ્યે છે એ જોવ રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech