રાજકોટમાં કુખ્યાત શખસનો સાગરીત રૂપિયા ૮૨,૬૦૦ના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો

  • April 04, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એસઓજીની ટીમે ૧૫૦ ફૂટ રીંગરોડ પર ઉમીયા ચોક પાસેથી જલજીત સોસાયટીમાં રહેતા શખસને રૂ.૮૨,૬૦૦ ની કિંમતના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. પોલીસની પુછતાછમાં આ શખસ નામચની મીલન ખખ્ખર ઉર્ફે એમ.કે નો સાગરીત હોય જેને પાસા થયા બાદ તેણે માદક પદાર્થનો આ ધંધો સંભાળી લીધો હતો. મુંબઇથી ડ્રગ્સ લાવી પડીકી બનાવી બંધાણીને વેચતો હતો.આ રીતે તે વખત આગાઉ ખેપ મારી ચૂકયો હોવાનું અને આ તેની ત્રીજી ખેપ હોવાનું માલુમ પડયું છે.


જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત એસઓજી પીઆઇ એન.વી.હરિયાણી તથા તેમની શહેરમાં માદક પદાર્થની હેરફેરને અટકાવવા માટે તપાસમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ૧૫૦ ફૂટ રીંગરોડ પર ઉમીયા ચોક બીઆરટીએસ બસસ્ટેન્ડ પાસેથી ભાવેશ રાજુભાઇ મસરૂ(ઉ.વ ૨૧ રહે. જીલજીત સોસાયટી શેરી નં.૬ હરીકુષ્ણ ડેરી ફાર્મની સામે ઉમીયા ચોક,રાજકોટ) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તેની અંગજડતી લેતા તેની પાસેથી રૂ.૮૨,૬૦૦ ની કિંમતનો ૮.૨૬ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.જેથી પોલીસે આ માદક પદાર્થ અને મોબાઇલ સહિત કુલ રૂ. ૮૭,૬૦૦ નો મુદામાલ કબજે કરી આરોપી સામે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી તેની ધરપકડ કરી હતી.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,માદક પદાર્થ સાથે ઝડપાયેલો ભાવેશ જીવારાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા નામચીન મીલન ખખ્ખર ઉર્ફે એમ.કે. નો સાગરીત છે.તાજેતરમાં જ મિલન પાસા હેઠળ જેલહવાલે થયો છે.ત્યારે તેના જેલમાં ગયા બાદ ભાવેશે માદક પદાર્થનો ધંધો સંભાળ્યો હતો.પોલીસની પુછતાછમાં તે ટ્રેનમાં મુંબઇમાં જઇ અહીં બોરીવલીમાં એક શખસ પાસેથી એમ.ડી લાવ્યો હતો.જે લાવ્યા બાદ એક ગ્રામના ૨૫૦૦ લેખે પડીકી બનાવી બંધાણીઓને વેચતો હતો.આ રીતે તે અગાઉ બ વખત મુંબઇથી ડ્રગ્સ લાવ્યો હોવાની અને આ તેની ત્રીજી ખેપ હોવાની કબુલાત આપી હતી. આરોપી સામે અગાઉ મારામારીનો ગુનો નોંધાઇ ચૂકયો હોવાનું માલુમ પડયું છે.


આ કામગીરીમાં એસઓજીના પીઆઇ અને.વી.હરિયાણીની રાહબરીમાં પીએસઆઇ એમ.બી.માજીરાણા તથા એએસઆઇ વિરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. ફિરોઝભાઇ રાઠોડ, દિગ્વીજયસિંહ ગોહિલ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, મૌલિકભાઇ સાવલીયા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, અને મહિલા કોન્સ. મોનાબેન બુસા તથા મહાવિરસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application