રાજકોટમાં રહીને કોલેજમાં અભ્યાસ કરનાર દ્રારકા જિલ્લાની વતની યુવતીને રાજકોટમાં રહેતા શખસે પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરી ન્યૂડ વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં આ શખસની બીજી પ્રેમિકાએ યુવતીને મેસેજમાં ગાળો ભાંડી આ વિડીયો મોકલી પાંચ લાખની માંગણી કરી હતી. જે અંગે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બંટી–બબલી સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
રાજકોટમાં રહી આર્ટસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે તુષાર વાછાણી અને કોમલ દાફડાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેક માસ પહેલા તે આજી ડેમ પાસે આવેલી હોટલમાં મિત્રો સાથે પાર્ટી માટે ગઇ હતી. તે વખતે ત્યાં લક્કી નામનો યુવાન આવ્યો હતો. જેણે તેના ફોનમાંથી તેનો નંબર લઇ તેને કોલ અને મેસેજ કરવાનું શ કરી દીધું હતું. જેથી તેણે તેનો નંબર બ્લોક કરી નાખ્યો હતો. તેના એકાદ માસ બાદ તે ગુંદાવાડી નજીકથી પસાર થતી હતી ત્યારે લક્કી પાછળ–પાછળ આવ્યો હતો. આવીને તેને કહ્યું કે હત્પં તને લાઇક કં છું, તું મને લાઇક કરશ ?
ત્યારબાદ બે–ત્રણ દિવસ બાદ લક્કીને તે ભૂતખાના ચોક નજીક મળી હતી. ત્યારપછી બંને મરજીથી પારસી અગિયારી ચોક ખાતે આવેલી પર્લ પેલેસ હોટલમાં બે દિવસ રોકાયા હતા. પ્રથમ દિવસની રાતે જ તુષાર સાથે મરજીથી શરીર સંબધં બાંધ્યો હતો. બીજી રાતે પણ તુષારે શરીર સંબધં બાંધવાનું કહેતા તેણે લ પહેલા વારંવાર સેકસ કરવાની ના પાડી હતી. આ વખતે તુષારે કહ્યું કે હત્પં તારી સાથે લ કરવાનો જ છુ તેમ કહી તેની મરજી વિધ્ધ શરીર સંબધં બાંધ્યો હતો. જો કે આ વાત તેને સારી લાગી ન હતી. જેથી તુષાર સાથે સંપર્ક ઓછો કરી નાખ્યો હતો.
થોડા દિવસો બાદ તેને અજાણ્યા મોબાઇલ પરથી વોટસએપમાં ગાળો સાથેનો મેસેજ આવ્યો હતો. એટલું જ નહીં તેનો ન્યૂડ વીડિયો પણ આવ્યો હતો. જે વન ટાઇમ સીન હોવાથી ફરીથી તેણે વીડિયો મંગાવતા જાણવા મળ્યું કે હોટલ ખાતેનો તેનો ન્યૂડ વીડિયો હતો. જે તુષારે તેની જાણ બહાર ઉતારી લીધો હતો.
ત્યારપછી તેણે જે નંબર પરથી વીડિયો મળ્યો હતો તે નંબર બહેનપણીને બતાવતા તેને કહ્યું કે આ નંબર તુષારની ગર્લફ્રેન્ડ કોમલનો છે. બાદમાં કોમલે તેને વોટસએપ કોલ કરી ા. પાંચ લાખની માગણી કરી હતી. નહીંતર તેનો ન્યૂડ વીડિયો વાયરલ કરવાની અને તેના ભાઈને મોકલી દેવાની ધમકી આપતા અતં યુપીએ આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે બના અંગે વધુ તપાસ પી.એસ.આઇ એમ એસ ત્રિવેદી ચલાવી રહ્યા છે
યુવતીએ કહ્યું એમ મને તારી ઉપર વિશ્ર્વાસ ન આવે તો આરોપીએ આધારકાર્ડ બતાવ્યું
ગુંદાવાડી પાસે આરોપી યુવતીને મળ્યા બાદ તેની સાથે વાત કરવાનું શ કરતા યુવતીએ કહ્યું હતું કે એમ મને તારી ઉપર વિશ્વાસ ન આવે. તો આરોપી લક્કીએ પોતાનું આધાર કાર્ડ બતાવ્યું હતું. જેમાં તેનું સાચુ નામ તુષાર વજાણી હતું. જેથી યુવતીએ લક્કી નામ બાબતે પૂછતા કહ્યું કે મને પણ એમ કોઇનો વિશ્વાસ ન આવે તેથી ખોટુ નામ આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech