૨૫ વર્ષના સાયચા ગેંગ ના સામ્રાજ્ય ને ખતમ કરી જેલ ભેગા કર્યા : તેઓના બંગલાઓ પણ જમીનદોસ્ત કરી નાખ્યા
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ. એચ.પી. ઝાલા ની રાજ્ય સરકાર દ્વારા શનિવારે સવારે લોકસભા ઇલેક્શન ની જાહેરાત પહેલાં ૫૦ પી.આઈ.ના બદલી ના ઓર્ડર ની સાથે તેમની પણ અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે, જેથી જામનગરના સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી છે.
ભારતનો સર્વોચ્ચ યુનિયન હોમ મીનીસ્ટર એક્સેલન્ટ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ તેઓને તાજેતરમાં જ દિલ્હીમાં પ્રાપ્ત થયો છે, તેવા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલાએ ટૂંકા ગાળામાં પોતાની ફરજ દરમિયાન સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગુન્હેગારો પર સારી એવી ધાક જમાવી હતી, અને કેટલાય ગુનેગારોને સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું.
એટલું જ માત્ર નહીં બેડી વિસ્તારના સાયચા ગેંગ ના ૨૫ વર્ષના સામ્રાજ્યને ખતમ કરી નાખ્યું હતું, અને સૌથી ચર્ચાસ્પદ એવા શિક્ષિકા આપઘાત કેસમાં તેઓની સામે ગુનો નોંધી અટકાયત કરાઈ હતી, અને જેલ ભેગા કર્યા છે.
સાથો સાથ તેઓએ છેલ્લા ૨૫ વર્ષથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હોવાથી અલગ અલગ લેન્ડ ગ્રેબિંગના બે ગુનાઓ નોંધી તેઓને જેલ ભેગા કર્યા છે, એટલુંજ માત્ર નહીં સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવામાં આવેલા વૈભવી બંગલાઓને પણ જમીનદોસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેવા પોલીસ ઇન્સ્પેક્ટરની ટૂંકા ગાળામાં બદલી થતાં સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી.
ગઈકાલે તેઓનો જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં વિદાય સમારંભ યોજાયો હતો, અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ સિટી ડી.વાય.એસ.પી. જયેન્દ્રસિંહ ઝાલાએ ઉપસ્થિત રહી, તેઓને શુભકામના પાઠવી હતી, અને જામનગરમાં કરેલી ફરજ બદલ બિરદાવ્યા હતા.
સિટી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફ દ્વારા પણ ભારે હૈયે વિદાયમાન અપાયું હતું, અને તેઓએ પોતાની ફરજ દરમ્યાન ગુનેગારો પર કંટ્રોલ રાખવાની કરેલી મહત્વની કામગીરીની પ્રશંસા પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોના સામે લડી લેવા સરટી હોસ્પિટલ બની સુસજજ
May 22, 2025 02:20 PMસિહોર સહિત છ અમૃત ભારત સ્ટેશનનું લોકાર્પણ
May 22, 2025 02:18 PMજામનગર: હાપા સહિતના હાલારના રેલ્વે સ્ટેશનોના નવીનીકરણ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ
May 22, 2025 02:17 PMઇકોના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
May 22, 2025 02:14 PMગારિયાધાર તાલુકાના નાનાચારોડીયા ગામેથી જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સો ઝડપાયા
May 22, 2025 02:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech