વીંછિયાના મોટા માત્રા ગામની સીમમાં વાડીમાંથી 1.57 લાખનો દારૂ ઝડપાયો

  • May 21, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વીંછિયાના મોટા માત્રા ગામની સીમમાં આવેલી વાડીએ પોલીસે દરોડો પાડી વાડીમાંથી રૂપિયા 1.57 લાખની કિંમતનો 362 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે અહીં દારૂ રાખનાર વાડી મલિક ઈશ્વર બાવળિયા નાસી છૂટતાં તેને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.


રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકરસિંહ દ્વારા દારૂ તથા જુગારની અસામાજિક પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની આપેલ સુચનાથી ગોંડલ ડીવાયએસપી કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ વીંછિયા પોલીસ મથકના પીઆઈ જે. પી. રાવની રાહબરીમાં પીએસઆઈ કે. બી. ગઢવી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે કોન્સ્ટેબલ અમીત સુરૂને વિંછીયાના મોટા માત્રા ગામનો ઇશ્વર ઉર્ફે ઇસો ભવાન બાવળીયા પોતાની વાડીમા ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી ચોકકસ મળેલ બાતમીના આધારે દરોડો પાડી વાડીમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 363 બોટલ દારૂ મળી આવતાં પોલીસે રૂ.1.57 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.જ્યારે વાડી મલિક ઈશ્વર ઉર્ફે ઇસો બાવળિયા દરોડા વખતે નાસી છૂટતાં પોલીસે તેને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application