જૂનાગઢમાં જોષીપુરા વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલમાં જુનાગઢ આઈસી વિભાગમાં લાઈનમેન તરીકે ફરજ બજાવનાર વિનોદભાઈ કાનજીભાઈ રાખસીયા (ઉ.વ 53) દ્વારા વીંછિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અનિલ પરસોત્તમભાઈ જોગરાજીયા અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત જસદણ તાલુકાના ગઢડીયા સબ ડિવિઝન ખાતે તેઓ તથા જુનિયર એન્જિનિયર યુ.એચ. બુટાણી ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ ટી.એમ. ગામી, એક્સમેન ખોડીદાસભાઈ ગોહિલ, ડ્રાઇવર ભીખુભાઈ ગોહિલ અને બંદોબસ્ત માટે ફાળવેલ મહિલા કોન્સ્ટેબલ ધારાબેન પરમાર સાથે બોલેરો ગાડીમાં ગામડાઓમાં વીજ ચેકિંગની કાર્યવાહી માટે ગયા હતા.
દરમિયાન વીંછિયા ગામમાં વીંછિયા જસદણ રોડ પર આવેલ કોમર્શિયલ વીજ કનેક્શન જે અનિલ પરસોત્તમભાઈ જોગરાજીના નામનું હોય તેનું વીજ મીટર ચેક કરતા પોલથી મીટર સુધીની મેઇન સર્વિસ વાયર ચેક કરતા છત પાસે આવેલ મેઇન સર્વિસ વાયરની ઇન્સ્યુલેશન બ્રેક કરી ફેસ,ન્યુટલ વાયર ખુલ્લા કરી અન્ય બીજા પીળા કલરના સર્વિસ વાયર સાથે જોડી ગેરકાયદે વીજ વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પીજીવીસીએલના નિયમ અનુસાર કાર્યવાહી કરી ગ્રાહકને સહી કરવાનું કહેતા તેણે સહી કરી આપી હતી. બાદમાં વીજ મીટર ઉતારવાનું જરૂરી હોય જે બાબતે ગ્રાહક અનિલે વીજ મીટર ઉતારવાની ના પાડી હતી. જેથી ફરિયાદી તથા સ્ટાફ પેટા વિભાગીય કચેરી વીંછીયા ખાતે જવા રવાના થઈ ગયા હતા.
દરમિયાન વીંછિયા મોઢુકા રોડ પર અનિલ જોગરાજીયા તથા તેની સાથેના અજાણ્યા શખસે નંબર પ્લેટ વગરના બાઈક પર આવી ફરિયાદીની ગાડી ઉભી રખાવી નીચે ઉતારવાનું કહેતા ફરિયાદી નીચે ઉતરતા તેના ગાલ પર લાફો મારી દીધો હતો અને બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે, અહીંથી તમે બધાને બહાર નહીં જવા દઉં પોલીસ ફરિયાદ કરશો તો ઘરે આવીને મારી નાખીશ તેવી ધમકી આપી ગાળો હતી. ત્યારબાદ ફરિયાદી અહીં વિભાગીય કચેરીએ પહોંચ્યા હતા અને આ બનાવ બાબતે જાણ કરી હતી. બાદમાં ફરિયાદી નાયબ બિઝનેસ સહિતનો સ્ટાફ અહીં ગયો હતો અને વીજ મીટર અહીંથી જતા રહ્યા હતા. બાદમાં ફરિયાદીને કાનમાં દુ:ખાવો થતો હોય તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આમ કોર્પોરેટ ચેકિંગ દરમિયાન આરોપી અનિલ જોગરાજીયા ગેરકાયદે વીજ વપરાશ કરતો હોવાનું સામે આવતા તેનું મીટર ઉતારવાનું કહેતા ના કહી રસ્તામાં સ્ટાફને રોકી લાઈનમેનને લાફા મારી ફરજમાં રૂકાવટ કરી હોય જે અંગે વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બંને શખસો સામે ફરજમાં રૂકાવટ, મારફૂટ અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech