ભારતે જડીબુટ્ટીઓ અને મસાલાઓ માટેના તેના જંતુનાશક માપદંડોને 10 ગણા ઢીલા કરી નાખ્યા છે તેનાથી મસાલાઓ અને ઔષધિઓમાં જંતુનાશક અવશેષોનું સ્તર વધુ રાખવાની મંજુરી મળી છે. આ પગલાથી ભારતીય મસાલા કેટલાક મોટા બજારોમાં નિકાસ માટે અયોગ્ય બનશે.
આ આદેશ સાથે, એફસએસએસએઆઈએ એવા જંતુનાશકો માટે મહત્તમ મયર્દિા પણ વધારી છે જે ભારતમાં નોંધાયેલ નથી, જેનો અર્થ છે કે તેનો દેશમાં ઉપયોગ કરવાની મંજૂરી નથી, પરંતુ આયાતી ઉત્પાદનો પર તેનો ઉપયોગ કરી શકાય છે. આ પગલું નિકાસને અસર કરશે અને સ્થાનિક ગ્રાહકો માટે પણ ચિંતાનું કારણ છે કારણ કે તે જંતુનાશકોના વપરાશમાં વધારો કરશે એમ કાર્યકરોએ જણાવ્યું હતું.
આ છૂટછાટનો અર્થ એ છે કે જ્યારે કેટલાક મોટા બજારોમાં નિકાસ કરવામાં આવશે ત્યારે ભારતીય મસાલાઓને વધુ અસ્વીકારનો સામનો કરવો પડશે તેમ જંતુનાશકોના ઉપયોગને કારણે માનવ અને પયર્વિરણીય જોખમોને દૂર કરવા માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થા, પેસ્ટીસાઇડ એક્શન નેટવર્ક ઇન્ડિયાના સીઇઓ દિલીપ કુમારે જણાવ્યું હતું.
આ આદેશ ભારતીય નિયમનકારોને અજાણ્યા જંતુનાશકોના ઉચ્ચ સ્તર સાથે મસાલાની આયાતને પણ સુવિધા આપે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. મસાલામાં બહુવિધ જંતુનાશકો અને રસાયણોના અવશેષોની સંચિત અને સિનર્જિસ્ટિક અસરોને કારણે આરોગ્ય જોખમો અનેક ગણા વધી જાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: RCB એ રાજસ્થાન રોયલ્સને 9 વિકેટથી હરાવ્યું
April 13, 2025 07:53 PMમુર્શિદાબાદ હિંસા પર TMC ધારાસભ્યએ કહ્યું- રમખાણો માટે મોદી, યોગી અને શાહ જવાબદાર
April 13, 2025 05:31 PMઅવકાશમાંથી આવુ દેખાય છે ભારત, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પોસ્ટ વાયરલ
April 13, 2025 05:20 PMગર્લફ્રેન્ડ ગૌરી સાથે ચીનમાં જોવા મળ્યો આમિર ખાન, જુઓ વિડિયો
April 13, 2025 04:41 PMઆંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 8 લોકોના મોત
April 13, 2025 04:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech