અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વરસાદ શરૂ થયો છે અને હજુ તે ચાલુ રહેશે. કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 77 તાલુકામાં સામાન્યથી ત્રણ ઈચ વરસાદ નોંધાયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સુરત નવસારી ડાંગ વલસાડ તાપી અને સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે વરસાદનો વિસ્તાર વધશે અને ગુજરાત તથા સૌરાષ્ટ્રના વર્તમાન વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર બોટાદ દ્વારકા અને મોરબી જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન તાપી જિલ્લાના વાલોડ -વ્યારા માં ત્રણ -ત્રણ ઇંચ અને ડોલવણમાં અઢી ઇંચ પાણી પડ્યું છે. સુરત શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે અને જિલ્લામાં પલસાણા માંગરોળ મહુવા અને માંડવીમાં બે થી અઢી ઇંચ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં દોઢ પાટણમાં એક તાલાલા ઉના અને ગીર ગઢડામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવામાં સવા ઇંચ અને પાલીતાણામાં સામાન્ય ઝાપટું પડ્યું છે. અમરેલી જિલ્લાના ખાંભા જાફરાબાદમાં પોણો ઈચ અને રાજુલા સાવર કુંડલા લીલીયામાં સામાન્ય વરસાદ થયો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને જેસરમાં કચ્છ જિલ્લાના અબડાસામાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા વંથલી બોટાદ અને ગઢડામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. આજે સતત બીજા દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળીયું તથા ધાબડિયું વાતાવરણ રહ્યું છે. વરસાદ તથા વાતાવરણના ફેરફારના કારણે ગરમીના પ્રમાણમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો એક જ ધડાકે થઈ ગયો છે, જોકે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ ગરમી યથાવત છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં ગરમીના પ્રમાણમાં હજુ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.
અરબી સમુદ્રના કણર્ટિક અને ગોવાની દરિયા પટ્ટીમાં લો પ્રેસરની અસર વધુ જોવા મળે છે. આ લો પ્રેશર નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહ્યું છે અને બે દિવસમાં તે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં ડિપ્રેશનના સ્વરૂપમાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ હજુ એક્ટિવે છે ત્યાં તામિલનાડુ નજીક બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને આવું બીજું સાઈક્રોનિક સર્ક્યુલેશન આવતીકાલે બંગાળની ખાડીમાં સેન્ટ્રલ દિશામાં જોવા મળશે. આ બંને સિસ્ટમના કારણે વરસાદ હજી વધુ લબાય તેવી સંભાવના પ્રબળ બની છે. તામિલનાડુ કેરલા કણર્ટિક સહિતના દક્ષિણના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, નોર્થ ઇસ્ટના રાજ્યો માં પણ વરસાદ પડે છે અને હવે આ નવી સિસ્ટમના કારણે મહારાષ્ટ્ર ગોવા ગુજરાત કોકણ સહિતમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech