રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરએ સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો, દર્દીઓ માટે બીઆરટીએસ અને સિટી બસમાં ફ્રી મુસાફરી પાસની આશીવર્દિરૂપ યોજના જાહેર કયર્િ બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં યોજનાના અમલમાં જે મુશ્કેલીઓ આવી તેને નિવારવા, વ્યાજબી સૂચનો આવ્યા તેને સ્વીકારવા, વહીવટી દ્રષ્ટિએ જે ફેરફારો કરવા જરૂરી જણાય તે કરવા માટે યોજનાના સ્વરૂપ અને નિયમોમાં માનવીય ધોરણે ફેરફારો કરાયા છે જેમાં સિનિયર સિટીઝન્સને લાઇફ ટાઇમ ફ્રી પાસ અપાશે તેમજ દિવ્યાંગ સાથેના એટેન્ડન્ટને ફ્રી મુસાફરી પાસ અપાશે. યોજનામાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરએ વિશેષ રાહતો ઉમેરી છે. સિનિયર સિટીઝન્સને પાસ રિન્યુ કરાવવાની કડાકુટમાંથી કાયમી મુક્તિ આપી છે. ચોક્કસ કેટેગરીના દિવ્યાંગો સાથે એક એટેન્ડન્ટને પણ ફ્રી મુસાફરીની ભેટ આપી છે.
દરમિયાન આ અંગે વિશેષ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારના હાલના ઠરાવ મુજબના ધોરણોમાં વધુ છુટ-છાટ સહિત અમલીકરણ શરૂ કરાવતા, ઉક્ત 21 કેટેગરી પૈકીની વિશિષ્ટ 14 કેટેગરીમાં સમાવેશ થયેલ દિવ્યાંગોને ફ્રી મુસાફરી ઉપરાંત મુસાફરી દરમ્યાન તેમની સાથે રહેનાર એક સહાયક(એટેન્ડન્ટ)ને પણ બસમાં ફ્રી મુસાફરીનો લાભ મળવાપાત્ર થાય, તે માટે સબંધકતર્િ વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી તાકિદે અમલીકરણ શરૂ કરાવેલ છે, જેમાં (1) અંધત્વ, (2) સાંભળવાની ક્ષતિ, (3) ક્રોનિક ન્યુરોલોજીકલ કન્ડિશન, (4) ઓછી દ્રષ્ટિ (5) ધ્રુજારીની બિમારી/ સ્નાયુબદ્ધ કઠોરતા , (6) બૌધ્ધિક અસમર્થતા, (7) થેલેસેમિયા,રક્તપિત્તથી સાજા થયેલા દર્દી, (9) હલન ચલનની અશક્તતા, (10) સેરીબ્રલ પાલસી, (11) માનસિક બિમારી, (1ર) બહુવિધ સ્ક્લેરોસીસ, (13) ચેતાતંત્ર ન્યુરોનની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ અને (14) બહેરા અંધત્વ સહિત બહુવિધ અપંગતાનો સમાવેશ થાય છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ આ બાબતે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધા ઉપરાંત નીચે મુજબની વિશેષ છુટ-છાટો આપવા અંગે માનવતાવાદી અભિગમ દાખવી, યોજનાની અમલવારીમાં રહેલ વિસંગતતાઓ દુર કરવા અંગે મ્યુનિ.કમિશનર સાથે જરૂરી પરામર્શ કરી, વહિવટી પ્રક્રિયા વધુ સરળ બનાવતા આ ફ્રી મુસાફરી યોજનાનો વ્યાપ વધારી યોજનાને વધુ લોકભોગ્ય બનાવેલ છે.
દિવ્યાંગ વ્યક્તિની 21 કેટેગરી પૈકી રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ જે 14 કેટેગરીમાં સમાવિષ્ટ દિવ્યાંગો સાથે સહાયક(એટેન્ડન્ટ)ને રહેવુ જરૂરી હોય, તેવા દિવ્યાંગ વ્યક્તિ સાથે મુસાફરી દરમ્યાન સાથે રહેનાર સહાયકને મુસાફરી ટીકીટમાં દિવ્યાંગતાની ટકાવારી મુજબ કેટેગરીવાઇઝ અલગ-અલગ ક્ધસેશન મળવાપાત્ર છે. જેમાં વિસંગતતા દુર કરીને નિયમો હળવા કરી, યોજનાને વધુ લોક ભોગ્ય બનાવતા 14 કેટેગરીના દિવ્યાંગોને ફ્રી મુસાફરી સહિત એક સહાયક(એટેન્ડન્ટ)ને ફ્રી મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે. વહિવટી ગુંચ નિવારવા અને પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવાના હેતુથી લગત દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિના પાસમાં જ આ અંગેની નોંધ કરવામાં આવશે.ઇરરીવર્સીબલ ક્ધડીશન હોય તે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ તરફથી જરૂરી પ્રમાણપત્ર સાથે નવી રજુ થનાર તમામ અરજી અન્વયે પણ ફ્રી મુસાફરી આજીવન પાસ ઇસ્યુ કરવામાં આવશે.
હાલ ત્રણ વર્ષની મુદત માટે ફ્રી મુસાફરી પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, તેમાં નિયમો હળવા કરી સીનીયર સીટીઝન્સ તરફથી નવી આવનાર તમામ અરજી અન્વયે ફ્રી મુસાફરી આજીવન પાસ ઇસ્યુ કરવામાં આવશે. સીનીયર સીટીઝન્સને અગાઉ ઇસ્યુ કરાયેલ 50% ક્ધસેશનના આજીવન પાસ પણ માન્ય છે, પરંતુ જે સીનીયર સીટીઝન્સ ફ્રી મુસાફરી પાસ મેળવવા ઇચ્છતા હોય તેઓ તરફથી નવી અરજી સાથે 50 ટકા ક્ધસેશન પાસ જમા કરાવ્યેથી ફ્રી મુસાફરી આજીવન પાસ ઇસ્યુ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રાજકોટ રાજપથ લિ. સંચાલિત જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન મળી રહે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા થકી પયર્વિરણને ચોક્કસપણે ફાયદો થાય તેવી આ લોકભોગ્ય ફ્રી મુસાફરી યોજનાનો વધુ ને વધુ લાભ લેવા માટે સ્ટે.કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર એ શહેરીજનોને ફરી વખત અપિલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech