કોલકાતાની સરકારી આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મહિલા ડોકટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પશ્ચિમ બંગાળ સરકારે મોટું પગલું ભયુ છે. વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે (બંગાળ એસેમ્બલી સમાચાર), બંગાળ સરકારે બળાત્કાર વિરોધી સુધારો બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને વિધાનસભામાં પાસ કરવામાં આવ્યું છે. આ બિલનો ઉદ્દેશ્ય પીડિતોને ન્યાય આપવાનો અને બળાત્કારના ગુનેગારોને ઝડપી અને કડક સજા આપવાનો છે. આ બિલમાં બળાત્કારના દોષિતોને ૧૦ દિવસની અંદર મૃત્યુદડં (ફાંસી) સુનિશ્ચિત કરવાનો પ્રસ્તાવ છે. આ બળાત્કાર વિરોધી બિલનું નામ અપરાજિતા મહિલા અને બાળ (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૪ છે. રાયમાં મુખ્ય વિપક્ષ ભાજપના ધારાસભ્યો પણ આ બિલને સમર્થન આપશે. મંગળવારે જ ગૃહમાં પાસ થયા બાદ બિલ રાયપાલને મોકલવામાં આવશે. રાયમાં આ બિલ રજૂ કરવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જો કે, આ પહેલીવાર નથી કે યારે કોઈ રાય સરકારે બળાત્કાર અને મહિલાઓ અને બાળકો સામેના ગંભીર ગુનાઓ માટે આવા બિલ રજૂ કર્યા હોય, આ પહેલા પણ બે રાયોએ આવા બિલ લાવવાનો પ્રયાસ કર્યેા છે. આંધ્ર પ્રદેશે વર્ષ ૨૦૧૯માં દિશા બિલ લાવવાનો પ્રયાસ કર્યેા હતો અને મહારાષ્ટ્ર્રે વર્ષ ૨૦૨૦માં શકિત બિલ લાવવાની ઝુંબેશ શ કરી હતી, પરંતુ બિલને મંજૂરી આપવામાં આવી ન હતી
જાણો શું છે આ બિલમાં?
– બળાત્કાર અને હત્યાના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ
– આ બિલ હેઠળ ચાર્જશીટ દાખલ કર્યાના ૩૬ દિવસની અંદર મૃત્યુદંડની જોગવાઈ હશે.
– માત્ર બળાત્કાર જ નહીં પણ એસિડ એટેક પણ એટલો જ ગંભીર ગુનો છે, જેના માટે આ બિલમાં આજીવન કેદની જોગવાઈ છે.
– દરેક જિલ્લામાં સ્પેશિયલ ફોર્સ–અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.
– આ અપરાજિતા ટાસ્ક ફોર્સ બળાત્કાર, એસિડ એટેક કે છેડતીના કેસમાં કાર્યવાહી કરશે.
– આ બિલમાં બીજી ખૂબ જ મહત્વની વાત ઉમેરવામાં આવી છે, તે એ છે કે જો કોઈ પીડિતાની ઓળખ જાહેર કરશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech