દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ૪૧૦૦ કરોડ રુપિયાના વિકાસકામોના લોકાર્પણ સહિત રાષ્ટ્રમાં અનેકવિધ અમૂલ્ય વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુર્હુત પ્રસંગે રવિવારે સવારે દેવભૂમિ દ્વારકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થયું હતું.
અહીં બેટ-દ્વારકા ખાતે નિર્માણ પામેલા સુદર્શન સેતુને ખુલ્લો મુકવા માટે વિમાન માર્ગે દ્વારકા ખાતે પધારેલા રાષ્ટ્રપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગમન તેમજ સત્કાર સમયે જિલ્લાના વિવિધ મંડળોના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકરો ખાસ જોડાયા હતા. વડાપ્રધાને આ તમામ ઉપસ્થિત કાર્યકરોના અભિવાદન ઝીલી અને પોતાના ભાવ પ્રગટ કર્યો હતો.
ખંભાળીયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, હાલારના સાંસદ પૂનમબેન માડમ સહિતના નેતાઓ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઇ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ રિઘ્ધિબા શક્તિસિંહ જાડેજા, ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઇ મોટાણી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, રસિકભાઇ નકુમ, રાજુભાઇ ભરવાડ વિગેરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેવભૂમિની ખમીરવંતી ધરતી ઉપર આવકારી અને અભિવાદન કર્યું હતું. વડાપ્રધાનની આ મુલાકાત સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ પણ સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર ભાણવડ પોલીસનો દરોડો
May 19, 2025 11:47 AMસુન્ની મુસ્લિમ સમાજ દ્વારકા દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
May 19, 2025 11:45 AMવીર શહીદોના સન્માનમાં દ્વારકા-ખંભાળીયામાં યોજાતી તિરંગા યાત્રા
May 19, 2025 11:43 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech