રાજયના શહેરોમાં રખડતા ઢોર બિસ્માર રસ્તા ટ્રાફિક ફટપાથ ગેરકાયદેસર પાકિગ જેવી બાબતોને લઈને રાય સરકારની હાઇકોર્ટ દ્રારા સૌ સમસ્યાને સાંકળતી એક સર્વગ્રાહી હેલ્પલાઇન શ કરવા જણાવ્યું હતું પરંતુ તેમાંથી સરકારે એકમાત્ર ટ્રાફિકની હેલ્પલાઇન શ કરીને સંતોષ માની લીધો હોવાની ટકોર હાઇકોર્ટ દ્રારા કરવામાં આવી છે.
રાયભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાકિક–માર્ગેા ફટપાથ પર ગેરકાયદે પાકિગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્રારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં સરકાર દ્રારા ટ્રાિટ મુદ્દે તૈયાર કરાયેલી હેલ્પલાઇનને લઇ જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે નારાજગી વ્યકત કરી છે. રાજય સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમે તમને ટ્રાિટ, ગેરકાયદે પાકિગ, બિસ્માર રસ્તા, રખડતા ઢોરો સહિતની તમામ સમસ્યાઓને લઇ એક સર્વગ્રાહી હેલ્પલાઇન તૈયાર કરવા જણાવ્યું હતું અને તમે માત્ર ટ્રાિટની હેલ્પલાઇન કરી છે. હાઇકોર્ટે શકય એટલી ઝડપથી ગેરકાયદે પાકિગ, ટ્રાિટ, રખડતા ઢોરો સહિતની તમામ સમસ્યાઓને લઇએ રાજયકક્ષાની એક સામાન્ય હેલ્પ લાઈન શ કરે તે જરી છે.
હાઈકોર્ટની ખંડપીઠે રાજય સરકારને એવી પણ માર્મિક ટકોર કરી હતી કે, જો જો પછી આ હેલ્પલાઇન શ થાય અને નાગરિકો પોતાની સમસ્યા સંબંધી કોલ કરે તો એન્ગેજ ના આવે કે, નંબર લાગે નહીં અને વ્યસ્ત આવે ને એવી બધી સમસ્યાઓ ના આવે તેનું ધ્યાન રાખજો. ટૂંકમાં હાઇકોર્ટે સરકારને અસરકારક અને કાર્યક્ષમ હેલ્પલાઇન અમલી બનાવવા જણાવ્યું હતું. વધુમાં, હેલ્પલાઇ ન શ કરી ત્યારથી કેટલી ફરિયાદો મળી અને કેટલા સમયમાં તેનો નિકાલ કર્યેા તેનો રિપોર્ટ રજૂ કરવા રાય સરકારને નિર્દેશ કર્યેા હતો.
સીસીટીવીને લઇને પણ સરકાર, પોલીસ અને અમ્યુકો સત્તાધીશોની ટીકા કરી હતી કે, સીસીટીવી બધં હાલતમાં હોય તે ચાલે નહી. સરકાર દ્રારા હાઇકોર્ટ સમક્ષ ટ્રાિટ મુદ્દે હેલ્પલાઇન તૈયાર કર્યા હોવા બાબતે જાણ કરાઇ હતી, જો કે, જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે સરકારપક્ષને ગેરકાયદે પાકિગ, રખડતા ઢોરો સહિતની તમામ સમસ્યાઓને લઇ સર્વગ્રાહી હેલ્પલાઇન તૈયાર કરવા જણાવ્યું હતું. જેથી સરકાર દ્રારા અદાલતને હૈયાધારણ અપાઇ કે, આવી હેલ્પલાઇનની પ્રક્રિયા ચાલી રહી છે અને મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરાઇ રહી છે. જો કે, તેમાં થોડો સમય લાગે તેમ છે. ટૂંક સમયમાં જ તે તૈયાર થઇ જવાની આશા છે.
અગત્યના સૂચનો હાઇકોર્ટને કર્યા હતા અને જણાવ્યું હતું કે, શહેર સહિત રાજયભરમાં ટ્રાિટ, ગેરકાયદે પાકિગ સહિતની સમસ્યાઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કરેલા વારંવારના આદેશોનું પાલન કરવા સીસ્ટમમાં ધરમૂળ ફેરફર કરવો જરી છે. ખાસ કરીને ટેકનોલોજીનો એડવાન્સ ઉપયોગ કરવાની સાથે સાથે જાહેર માર્ગેા કે ફટપાથ પર લકઝરી બસો સહિતના ગેરકાયદે પાકિગ, રોંગ સાઇડ વાહન ચલાવવું, ટ્રાિટ નિયમોના ભગં સહિતની બાબતોમાં કડક હાથે કામ લઇ તેમાં એક દાખલાપ દંડની પણ જોગવાઇ અમલી બનાવવી જોઇએ. ગુનો કરે એટલે તરત જ દંડની વસૂલાતની સીસ્ટમ લાગુ કરવી જોઇએ કે જેથી લોકો ગુનો કે નિયમભગં કરતા ખચકાય. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી સાહે તા.૧૯ સપ્ટેમ્બર રાખવામા આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech