ઓનલાઇન ફ્રોડ ટોળકીના ભોગ બનેલા જામનગર જિલ્લાના ૬૦ થી વધુ નાગરિકોની ૧ કરોડ ૨૧ લાખની રોકડ રકમ અપાવી દીધી
જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની છેલ્લા ત્રણ માસ દરમિયાન ખૂબ જ અસરકારક કામગીરી જોવા મળી છે, અને જિલ્લા ભરના ૬૦ થી વધુ નાગરિકોની છેલ્લા ત્રણ મહિના દરમિયાનની ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ માં ગયેલી ૧ કરોડ ૨૧ લાખની રકમ અદાલત ના હુકમના આધારે પરત મેળવીને જે તે આસામી ના ખાતામાં જમા કરાવડાવી દીધી છે.
સાયબર ક્રાઇમ (નાણાંકીય છેતરપીંડી)નો ભોગ બનેલા જામનગર શહેર અને જીલ્લાના ૬૦ થી વધુ અરજદારોને અદાલતના હુકમ ના આધારે કૂલ રૂ.૧, ૨૧, ૨૨,૪૦૨ની રકમ જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથક ના સ્ટાફ દ્વારા જેતે આસામી ને પરત તેઓના બેન્ક ખાતામાં જમા કરાવડાવી દીધી છે.
રાજકોટ વિભાગના પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ તથા જામ શહેરના નાયબ પો.અધિ. જયવિરસિંહ ઝાલા વગેરેએ સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરિકોને તાત્કાલિક મદદરૂપ થવા અને તેમનાં ગુમાવેલાં નાણાં પરત અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પો.ઈન્સ. આઇ.એ.ઘાસુરાને માર્ગદર્શન હેઠળ સૂચના આપી હતી.
જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગરની ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન સાયબર ક્રાઇમ નો ભોગ બનેલા ૬૦ થી વધુ અરજદારોનો સંપર્ક સાધી તેઓની બેંકની જરૂરી માહિતીઓ મંગાવી ફ્રોડમાં ગયેલા નાણા પરત મેળવવા સામેવાળાનાઓના બેન્ક એકાઉન્ટ ની માહિતીઓ મંગાવી છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત મળી રહે, તે માટે અદાલત ના હુકમ મેળવી જામનગરના અરજદારોને રૂ.૧,૨૧,૨૨,૪૦૨/- (એક કરોડ એકવીસ લાખ બાવીસ હાજાર ચારસો બે) પરત કરાવેલા છે.