રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલી ગ્રીન લીફ હોટલના વોટરપાર્કમાં વેલ્ડિંગ કામ કરી રહેલો શ્રમિક યુવાન અકસ્માતે શેડ પરથી નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું.યુવાનના મોતથી બે માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગૂમાવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,જામનગર રોડ પર બી.એ.ડાંગર કોલેજની પાછળ આવેલા ગ્રીન લીફ વોટરપાર્કમાં ગઇકાલે સમી સાંજના અહીં વેલ્ડિંગ કામ કરી રહેલો સાજન મુન્નાભાઇ રામ(ઉ.વ 24) નામનો યુવાન અકસ્માતે 17 ફૂટ ઉંચા શેડ પરથી પટકાતા તેને ઇજા પહોંચી હતી.જેથી તેને સારવાર માટે એઇમ્સ ખસેડવામાં આવ્યો હતો.અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી.બી.કારેથાએ અહીં આવી જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જણવા મળતી વિગતો મુજબ,યુવાન મૂળ યુપીના ગાજીપુર જિલ્લાનો વતની છે તે અહીં રાજકોટમાં મોટામવા પાસે માસુમ સ્કુલની પાછળ ગોલ્ડન આર્કની બાજુમાં છેલ્લા પાંચ વર્ષથી પરિવાર સાથે રહી ફ્રેબીકેશનનું કામ કરતો હતો.યુવાન ત્રણ બહેન અને બે ભાઇના પરિવારમાં નાનો હતો.તેને સંતાનમાં બે વર્ષનો પુત્ર અને બે માસની બાળકી હોવાનું માલુમ પડયું છે.યુવાનના ભાઇએ જણાવ્યું હતું અહીં ગ્રીન લીફમાં કોન્ટ્રાકટર દ્વારા સમી સાંજના અંધારૂ થઇ ગયું હોવાછતા તેની પાસે કામ કરતાવતા હતા લાઇટ ન હોય તે અંધારામાં અકસ્માતે નીચે પટકાયો હતો.બનાવને લઇ શ્રમિકના પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.
જયારે અન્ય બનાવમાં મૂળ યુપીનો વતની અને હાલ મોરબી રોડ પર પૂનમવાળી શેરીમાં રહી ઇમિટેશનનું કામ કરનાર બુધ્ધારામ ઉર્ફે રાજનાથ મેવાલાલ ચૌહાણ(ઉ.વ 36) નામનો યુવાન ગઇકાલે રાત્રીના અહીં પોતાના ઘર પાસે બીજા માળેથી પટકાતા તેને ઇજા પહોંચતા સારવાર માટે બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ફરજ પરના તબીબે જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.યુવાન બે ભાઇ બે બહેનના પરિવારમાં નાનો હતો તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ. એમ.એમ.કોઠીવાળે જણાવ્યું હતું કે, યુવાન રોજ અહીં ઘરે બીજા માળે પાળીયે સુતો હતો દરમિયાન ગઇકાલે ઉંઘમાં તે પાળીએથી નીચે પટકાયો હતો.જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતું તારા મિત્ર સાથે હોય ત્યારે બહુ હવા કરે છે? કહી મારમાર્યો: આરોપીઓ સામે રાયોટનો ગુનો નોંધાયો
April 16, 2025 03:29 PMજો ગરમીમાં કંઈક ઠંડુ ખાવા માંગતા હો તો બનાવો કોલ્ડ સેન્ડવીચ, અજમાવી જુઓ આ 3 વાનગીઓ
April 16, 2025 03:24 PMપોલીસની હેરાનગતિથી ધંધો બંધ કરવાની ચીમકી
April 16, 2025 03:10 PMવારંવારની સૂચના છતાં જગ્યા ખાલી નહીં કરાતા કાર્યવાહી
April 16, 2025 03:09 PMશૈક્ષણિક સંસ્થાના ડાયરેકટરની ચેમ્બરમાં ઘુસી શખ્સોનો હુમલો
April 16, 2025 03:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech