મુળ ખેડાના શખ્સને મુદામાલ સાથે પકડી લેવાયો : એક ટાબરીયાની સંડોવણી
હાપા યાર્ડમાં આવેલી વેપારીની દુકાનમાંથી રોકાડા ા. 5 લાખની ચોરી થઇ હતી, જે ફરીયાદ દાખલ થતા એલસીબીની ટુકડીએ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે, મુળ ખેડાના અને અગાઉ આ વિસ્તારમાં કામ કરતા શખ્સને પકડી લઇ મુદામાલ કબ્જે કર્યો છે. તપાસ દરમ્યાન એક ટાબરીયાની પણ સંડોવણી સામે આવી છે.
દડીયા ગામમાં રહેતા ફરીયાદી ભરતભાઇ મનસુખભાઇ નંદાની હાપા યાર્ડમાં આવેલ સંજય ટ્રેડીંગ નામની પેડીમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે શટર ખોલી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલ સીડી મારફતે ઉપરના માળે જઇ ઓફીસના એલ્યુમીનીયમના દરવાજાની ફ્રેમ ઉખાડી દરવાજાનો કાચ કાઢી અંદર પ્રવેશી ટેબલના ખાનામાંથી કબાટની ચાવી શોધી તિજોરીમાંથી રોકડા પાંચ લાખની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ જાણ્યા ઇસમ વિરુઘ્ધ પંચ-એમાં ફરીયાદ નોંધાવેલ જે ગુનો વણશોધાયેલ હતો.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ અનડીટેકટ તથા પ્રોહી જુગારના ગુના શોધી કાઢવા જણાવેલ હોય જેથી જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબીને સુચના કરતા એલસીબીના પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ મોરી, પીએસઆઇ એ.કે. પટેલ તથા સ્ટાફના માણસો શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમાર, ષીરાજસિંહ વાળાને મળેલ ખાનગી હકીકત આધારે હાપા યાર્ડમાં થયેલ રોકડા પીયાની ચોરીમાં સંડોવાયેલ આરોપી શંકર રમેશ ધાધલપરા રહે. હાપા ખારી વિસ્તાર, ચોકમાં જામનગર મુળ રઢુ ગામ તા.જી. ખેડાવાળાને જામનગર બાયપાસ રોડ પર મોરકંડા ગામના પાટીયા પાસેથી ચોરી કરી મેળવેલ રોકડા પાંચ લાખ તથા ગુનામાં ઉપયોગ કરેલ એકટીવા નં. જીજે10ઇએ-1302 કિ. 40 હજાર તથા વનપ્લસ મોબાઇલ કિ. 5000 મળી કુલ 5.45.000 ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે પંચ-એ તરફ મોલી આપેલ, પુછપરછ કરતા પોતાની સાથે ચોરીમાં પોતાનો મિત્ર કાયદાથી સંઘર્ષીતવાળો હોવાનું જણાવેલ જેને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMગ્લેશિયર પીગળતાં 200 કરોડ લોકો પર જોખમ
April 19, 2025 10:14 AMદિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતા છના મોત
April 19, 2025 10:00 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech