કોઠારીયામાં રહેતા અને લોઠડામાં કારખાનું ધરાવનાર પ્રૌઢે વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી કંટાળી જઇ ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કારખાનેદારની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે બે શખસો સામે ગુનો નોંધ્યો છે.
કોઠારીયા ગામમાં રામજી મંદિર પાસે રહેતા અને લોઠડા ગામે તિરૂપતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જય ગાત્રાળ ટેકનોકાસ્ટ નામનું કારખાનું ધરાવતાં સુરેશભાઈ લક્ષ્મણભાઈ સાંગાણી (ઉ.વ.૫૫)એ બે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમણે આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ખોખડદળ ગામે રહેતાં રામાભાઈ ભરવાડ અને મનિષ રંગાણી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના કારખાના પાસે રામાભાઈની ચાની દુકાન હોવાથી મિત્રતા હતી. તેને ધંધા માટે અને પુત્રીની સગાઈ, લગ્ન માટે રૂા.૨૦ લાખની જરૂર પડતાં રામાભાઈ પાસેથી ૧૦ ટકા વ્યાજે રકમ લીધી હતી. જેનું દર મહિને રૂા.૨ લાખ વ્યાજ ચુકવતા હતા. ત્રણેક વર્ષમાં વ્યાજ અને પેનલ્ટી મળી રૂા.૮૦ લાખ ચુકવી દીધા હતા. આમ છતાં હજુ રૂા.૧૫.૫૦ લાખની માગણી કરતા હતા.
તેનું વ્યાજ ભરવા માટે મનિષ પાસેથી રૂા.૫ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા. તેને પણ દર મહિને રૂા.૫૦ હજાર વ્યાજ ચુકવતા હતા. બે વર્ષમાં રૂા.૧૦ લાખ ચુકવી આપ્યા છે. આમ છતાં હજૂ રૂા.પ લાખની ઉઘરાણી કરે છે. બંને આરોપીઓને વ્યાજ ચુકવવા માટે ૯ બેંકોમાંથી રૂા.૧.૨૫ કરોડની લોન લીધી હતી. છેલ્લા ચારેક માસથી કારખાનું બરાબર નહીં ચાલતાં વ્યાજ ચુકવી શક્યા ન હતા. જેને લીધે બંને આરોપીઓ અવાર-નવાર રૂબરૂ અને ફોનમાં પઠ્ઠાણી ઉઘરાણી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. ત્રણેક માસ પહેલાં બંને આરોપીઓ તેના કારખાને આવ્યા હતા અને અમારે અત્યારે જ વ્યાજ અને મુડી જોઈએ છે. તેમ કહી ગાળો ભાંડી, તેને સમાજમાં બદનામ કરવાની અને દિકરાનું સગપણ નહીં થવા દેવાનું કહ્યું હતું. એટલું જ નહીં તેના ટેબલના ખાનામાંથી તેની પત્નીના નામે પેઢી હોવાથી તેની સહીવાળા બે કોરા ચેક લઈ ગયા હતા.
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળી અંતે ગઈ તા.૩નાં રોજ ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા પી લીધા હતા. જેથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાનમાં આવ્યા બાદ બંને આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application138 વર્ષ જૂની ગૌશાળાનું 2 કરોડના ખર્ચે રિનોવેશન, દ્વારકામાં શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન
May 17, 2025 12:27 PMયે બાત કુછ હજમ નહી હુઈ.. ટ્રમ્પે તેલનું ટીપું આપવા બદલ UAEની મજાક ઉડાવી
May 17, 2025 12:14 PMસિંહ સાથે...યે દોસ્તી હમ નહીં તોડેંગે...
May 17, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech