રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તૈયાર કરાયેલી ડ્રાટ ટીપી સ્કિમ નં.૩૦ને સંપૂર્ણ રદ કરીને સ્થળ તપાસ કર્યા બાદ નવેસરથી તૈયાર કરવાની માંગ સાથે આજે સવારે રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નં.૧૮ના કોઠારીયા વિસ્તારની વિવિધ સોસાયટીઓના ૨૦૦ જેટલા રહીશોનું ટોળું ધસી આવ્યું હતું. કમિશનર અને ટીપીઓને પાઠવેલા આવેદનપત્રમાં એવો આક્ષેપ કર્યેા છે કે ડ્રાટ સ્કિમમાં વિવિધ રહેણાંક સોસાયટીઓના ૨૭ કોમન પ્લોટને આવાસ યોજના હેતુના પ્લોટ તરીકે દર્શાવી નાખ્યા છે એટલું જ નહીં કાયદેસરના હજારો રહેણાંક મકાનોથીભરચક્ક એવી સોસાયટીઓના રસ્તા પહોળા કરવા ડ્રાટમાં સુચવ્યુ છે. જો સુચવ્યા મુજબ રસ્તા પહોળા કરાય તો સેંકડો મકાનો કપાત થાય તેવી સ્થિતિ સર્જાઇ તેમ છે.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનિંગ ઓફિસર તેમજ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને વોર્ડ નં.૧૮ કોઠારીયાના આસોપાલવ પાર્ક તેમજ રામેશ્વર પાર્ક સહિતની સોસાયટીઓના અંદાજે ૨૦૦થી વધુ રહીશોએ કોઠારીયા ડ્રાફટ ટીપી સ્કીમ નં.૩૦ રદ કરવાની માંગ સાથે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે (૧) ડ્રાફટ ટી.પી. સ્કીમ નં.૩૦ અંદર આવેલ સર્વે નંબરોની સોસાયટીના કોમન પ્લોટમાં ટીપી ડ્રાફટ મુજબ ૨૭ એસઇડબ્લ્યુએસએચ અન્વયે ફાળવણી કરી છે જે રદ કરી અને સોસાયટીમાં વસવાટ કરતા લોકોના જાહેર ઉપયોગ માટે કોમન પ્લોટની ફાળવણી કરવા (૨) ડ્રાફટ ટી.પી. સ્કીમ નં.૩૦માં આવેલ વિસ્તાર આશરે ૨૦ વર્ષથી બિનખેતી થયેલ સોસાયટીઓમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના નિયમ મુજબના પ્લાન પાસ કરાવી બાંધકામ કયુ હોય અને કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ હોય તેવી તમામ સોસાયટીઓ કે યાં ૧૦૦ એ ૧૦૦ ટકા બાંધકામ હયાત હોય તે વિસ્તારમાં બિનખેતી લે–આઉટ મુજબ ૯ મીટર તેમજ ૧૨ મીટર તેમજ ૧૮ મીટર તેમજ ૨૪ મીટર રોડ આવેલા હોય ત્યાં હાલની ડ્રાટ ટીપી સ્કિમ નં.૩૦માં ૭.૫૦ મીટરના રોડ પહોળા કરવાની યોજના મુકી હોય તે પહોળા કરવાની કોઇ જરીયાત સ્થળ પર નથી તો આ અંગે યોગ્ય સુધારા કરવા (૩) ડ્રાફટ ટીપી સ્કીમ નં.૩૦નો ડ્રાટ તા.૨૦–૬–૨૦૨૪થી ઓપન કરેલ છે તે ડ્રાફટમાં આવતી તમામ સોસાયટીનાં કોમન પ્લોટ રદ કરીને ટીપી ડ્રાફટમાં અન્ય હેતુ માટે જાહેર કરેલ હોય તો આ વિસ્તારમાં ડ્રાફટ ટી.પી. મુજબ હવે પછીથી આ વિસ્તારના લોકો માટે કોઈપણ પ્રકારની ખુલ્લી જગ્યા જનતાના વપરાશ માટે ઉપલબ્ધ નથી તેની ખાસ નોંધ લઈને પ્રજાના જાહેર હેતુ માટે જરીયાત મુજબ ગાર્ડન, પુસ્તકાય, આંગણવાડી, પાકિગ, ધાર્મિક જગ્યા માટે ખુલ્લા પ્લોટ, સત્સગં હોલ, રમત ગમત મેદાન માટે ખુલ્લી જગ્યા રાખવા તેમજ (૪) હાલના તબકકે આ કોઠારીયા વોર્ડ નં.૧૮ ડ્રાફટ ટી.પી. સ્કીમ નં.૩૦ને રદ કરીને નિયમો અને જરીયાત મુજબ તેમજ વિસ્તારની સ્થળ તપાસ કરીને નવેસરથી ટી.પી. સ્કીમ નં.૩૦ બનાવવા આવેદનપત્રના અંતમાં માંગણી કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech