બંગાળની ખાડીમાં જોરદાર ભૂકંપના આંચકાથી સવાર સવારમાં કોલકાતાની ધરતી ધણધણી ઉઠી, લોકોએ ઊંઘમાં જ ઘરની બહાર દોટ મૂકી

  • February 25, 2025 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે વહેલી સવારે પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી.આ ધરતીકંપની અસર કોલકાતા સહિત અનેક શહેરમાં જોવા મળી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપ સવારે 6:10 વાગ્યે આવ્યો હતો. કંપનના પગલે લોકો બીકના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, હજુ સુધી આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. માહિતી અનુસાર, કોલકાતા ઉપરાંત પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, 25 ફેબ્રુઆરીએ સવારે 6.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં 91 કિમીની ઊંડાઈએ હતું.


કોલકાતાનો ભૂકંપ ઝોન-3માં સમાવેશ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાને સિસ્મિક ઝોન-3 માં મૂકવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે શહેરમાં ભૂકંપનું મધ્યમ જોખમ છે. જો કે તે ઉત્તરપૂર્વ ભારત, હિમાલય કે ગુજરાત જેવા સ્થળો જેટલું મોટા ભૂકંપ માટે સંવેદનશીલ નથી, તેમ છતાં આ શહેર સમયાંતરે ધ્રુજારી અનુભવે છે. સામાન્ય રીતે, ભૂકંપનું કેન્દ્રબિંદુ કોલકાતામાં સીધું ત્રાટકવાને બદલે, બંગાળની ખાડી, નેપાળ અથવા ઉત્તર-પૂર્વ ભારતમાં હોય છે.


રવિવારે હિમાચલના મંડીમાં ભૂકંપ અનુભવાયો હતો
રવિવારે સવારે ૮.૪૨ વાગ્યે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. મંડીના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા 3.7 હતી અને તેનું કેન્દ્ર મંડી વિસ્તારમાં 31.48 ડિગ્રી અક્ષાંશ અને 76.95 ડિગ્રી રેખાંશ પર સ્થિત હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application