લોધીકાની સીમમાં વાડીએ રહી ખેત મજૂરીનું કામ કરનાર પરિવારનો પંદર વર્ષનો પુત્ર ઘરેથી પૂછ્યા વગર પિતરાઈ ભાઈનું બાઈક લઈને નીકળી ગયો હતો. હનુમાન ધારા પાસે આ બાઈક પીલર સાથે અથડાતા કિશોરને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત થયું હતું.આ અંગે લોધીકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખટાલી ગામના વતની અને હાલ લોધિકાની સીમમાં કોઠાપીપળીયા રોડ પર મયુરભાઈ વિનુભાઈ ઘેટીયાની વાડીએ ખેતમજૂરીનું કામ કરનાર પરિવારનો 15 વર્ષનો પુત્ર રાયસીંગ વેસ્તાભાઈ વસ્કેલા ગત તા. 17/6 ના રાત્રીના ઘરે કોઈને કહ્યા વગર પિતરાઈ ભાઈનું બાઈક લઇ નીકળી ગયો હતો. દરમિયાન હનુમાન ધારા પાસે રોડ પરના ખાંભા(પીલર) સાથે આ બાઈક અથડાતા કિશોર ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને પ્રથમ લોધિકા સરકારી હોસ્પિટલ બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ કિશોરનું મોત થયું હતું બનાવની જાણ થતા લોધિકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર રાયસીંગ વસ્કેલા બે ભાઈ બે બહેનના પરિવારમાં સૌથી નાનો હતો. 17/6 ના રાત્રીના તે પિતરાઈ ભાઈનું બાઈક લઇ ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો.
બાદમાં અહીં અકસ્માતની ઘટના બનતા તેના મોબાઈલ ફોનમાંથી કોઈ અજાણ્યાએ તેના પિતા વસ્તાભાઈ વસ્કેલા ને જાણ કરતા તેઓએ અહીં આવી જોતા તેનો પુત્ર બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. બનાવને લઇ શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech