રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પર્વની ઉજવણીના ભાગપે આજે રાત્રે ૮–૩૦ કલાકે, કવિ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કયુ છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી તથા હાસ્ય કલાકાર ધીભાઇ સરવૈયા પોતાની વાણીથી શહેરીજનોને રસ તરબોળ કરાવશે. રાજકોટના સાંસદ પરસોતમભાઇ પાલાના દીપ પ્રાગટય કરી લોકડાયરાનો શુભારભં કરાવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને સહપરિવાર લોકડાયરો માણવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર અને ગાયક કીર્તિદાનભાઇ ગઢવીની કારકિર્દીની એક ઝલક જોઇએ તો આણદં જિલ્લાના વાલોળ ગામમાં તા.૨૩ ફેબ્રુઆરી ૧૯૭૫ના રોજ કીર્તિદાન ગઢવીનો જન્મ થયો હતો. ૧૨ ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિધાનગર ખાતે ખાનગી કોલેજમાં બી.કોમ.નો અભ્યાસ શ કર્યેા હતો અને બાદમાં વર્ષ ૧૯૯૫માં વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરર્ફેામિંગ આટર્સ ખાતે સંગીતની તાલીમ લેવાનો નિર્ણય કર્યેા હતો અને ત્યાં આગળ રાજેશ કેલકર, ભરતભાઇ મહંત, ઇશ્વરભાઈ પંડિત અને દ્રારકાનાથજી ભોંસલે જેવા સંગીત તજજ્ઞો પાસેથી સંગીતના સા , રે , ગ , મ , પ શીખ્યા હતા. બાદમાં સિહોર ખાતેની ધોળકિયા મ્યુઝિક કોલેજમાં નોકરી સ્વીકારી હતી. આ દરમિયાન ભાવનગર ખાતે તેઓની મુલાકાત સ્વ.ઇશ્વરદાનભાઇ ગઢવી સાથે થઇ હતી અને બે વર્ષ સુધી તેઓની સાથે અલગ અલગ જગ્યા પર ડાયરાના કાર્યક્રમ કર્યા હતા. રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં લોકસંગીત અને લોકડાયરાના કાર્યક્રમો કરી બાદમાં તેમણે રાજકોટમાં સ્થાયી થવા મન મક્કમ કયુ હતું. કીર્તિદાન ગઢવી સંગીત દુનિયામાં આગળ ન વધે તેવું તેમના માતા પિતા ઇચ્છતા હતા. કારણ કે ડાયરાના કલાકારોથી કાયમી ઘર ન ચાલી શકે આ પ્રકારનો ભય સતાવતો હતો. પરંતુ કીર્તિદાન ગઢવી માટે સંગીત એ જ એમની દુનિયા હતી અને તેઓ એ તરફ મન મક્કમ કરી આગળ વધતા ગયા. એક બાદ એક ગામ, શહેર, દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવતા ગયા. કીર્તિદાન ગઢવી લોકસંગીતને પણ અલગ અંદાજમાં રજૂ કરી આજની યુવા પેઢીને હૈયે હિલોળા લઇ રહ્યાં છે. ગુજરાતી લોકડાયરો હર હંમેશ માટે યુવાન રહેશે એવું તેઓનું માનવું છે. આજે ગુજરાતનું યુવાધન પણ લોકસંગીત તરફ પ્રેરિત થયું છે તેનું ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ નહિ તેમનું લાડકી સોંગ છે. કીર્તિદાન ગઢવીએ કોક સ્ટુડિયોમાં લાડકી યુઝન સોંગ ગાયું ત્યારે સૌ કોઇ આશાસ્પદ હતા અને ગણતરીના દિવસોમાં જ આ ગીત એટલું પ્રચલિત થયું કે સૌ કોઈ લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો.
યારે સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર ધીભાઇ સરવૈયાની કારકિર્દીની એક ઝલક જોઇએ તો તળપદી–કાઠીયાવાડી ભાષાના હાસ્ય કલાકાર તરીકેની આગવી ઓળખ ધરાવતા સૌરાષ્ટ્ર્ર સહિત ગુજરાતના ડાયરા અને હાસ્યરસના રસિકો માટે ધીભાઈ સરવૈયા નામ કદાચ નવુ નહીં હોય. પોતાના પિતા અને મોટાભાઈને નાનપણથી ભજન–દુહા–છદં ગાતા જોઈને મોટા થયેલા ધીભાઈ આજે હાસ્ય કલાકાર તરીકે આગળ પડતુ નામ ધરાવે છે. રાજકોટ નજીકના લોધીકા તાલુકાના ખીરસરા ગામમાં ખેતી કરતા પરિવારમાં જન્મેલા ધીભાઈ ચાર ધોરણના અભ્યાસ બાદ કડિયાકામ જેવી મજૂરી કરતા હતા. પણ વારસામાં મળેલા સંગીતના કારણે તેઓ મજૂરીની સાથે સાથે ગામ–તાલુકામાં યોજાતા કાર્યક્રમમાં પણ ભાગ લેતા હતા. ધીભાઈ સરવૈયા સેવાકીય કાર્યેા માટે આયોજન થયેલા કાર્યક્રમમાં ફી ન સ્વીકારીને દાન પણ આપે છે. છેલ્લા ૩૧ વર્ષમાં આજે પણ મારા હાસ્યને ચોક્કસ સ્તરથી નીચે ઉતરવા નથી દીધું. અન્ય કલાકાર પ્રત્યેનો ભાવ રજૂ કરતા ધીભાઈ જણાવ્યું હતું કે, કલાકાર હસતો, સસ્તો અને કાયમ લોકહૃદયમાં વસતો હોવો જોઈએ
કીર્તિદાન ગઢવીએ ગાયેલા સુપરહીટ ગીતો
–તેરી લાડકી મેં..
–ગોવાળિયો...
–મોગલનો તરવેળો...
–ગોરી રાધાને કાળો કાન...
–રસિયો પાળો રગં રેલિયો...
–શિવ તાંડવ...
–નગર મેં જોગી આયા...
–જયદેવ જયદેવ...
–તું તો અંતરની વાત જાણે છે આઇધી
રૂભાઈ સરવૈયાના હાસ્ય આલ્બમ
–હાસ્યની મોજ
–ધીના ધુબાકા
–હાસ્યની હેરાફેરી
–કાઠિયાવાડી જોકસ
–હાસ્યની ધમાલ
–હાસ્યનું ફાયરીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech