રાજકોટ જિલ્લામાં તા.૧૦ જાન્યુઆરીથી ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓનો પ્રારભં કરવામાં આવશે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગતની જિલ્લા રમતગમત કચેરી તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્રારા રાજકોટ જિલ્લ ામાં અંડર–૯, ૧૧, ૧૪, ૧૭ ઓપન એઈઝ ગ્રુપ ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપર એમ કુલ ૭ વય જુથમાં ખોખો, કબડી, વોલીબોલ, એથ્લેટીકસ, બાસ્કેટબોલ, ફત્પટબોલ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, આર્ચરી, સ્કેટીંગ, સ્વીમીંગ, ચેસ, યોગાસન, હોકી, રસ્સા ખેંચ, શુટીંગ બોલ, હેન્ડબોલ, લોન ટેનીસ, ટેકવેન્ડો, કરાટે, રગ્બી, આર્ટીસ્ટીક સ્કેટીંગ, કુલ ૨૪ રમતો માટે શહેરના ૧૮ તથા ગ્રામ્યના ૨૯ એમ જિલ્લ ાના ૪૭ સ્થળોએ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં કોઈપણ ખેલાડી કોઈપણ બે રમતમાં ભાગ લઈ શકશે. શાળા–ગ્રામ્ય કક્ષામાંથી વિજેતા થયેલ ટીમો, ખેલાડીઓએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજેતા ટીમ સ્પર્ધકોએ ભાગ લેવાનો રહેશે તે ઉપરાંત સીધી તાલુકા કક્ષાએ યોગાસન અને ચેસ સ્પર્ધા યોજાશે.
ખેલ મહાકુંભ અંતર્ગત તમામ સાત વયજુથના તાલુકા, જિલ્લ ા અને રાય કક્ષાના વિજેતા શાળાઓ અને ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે. રાય કક્ષાના અંડર–૯, ૧૧, ૧૪, ૧૭ ઓપન એજવાઈઝ ગ્રુપના વિજેતાઓના કોચને રોકડ પુરસ્કાર મળવાપાત્ર થશે. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર વિતરણ ડીબીટી આરટીજીએસ દ્રારા જે તે ખેલાડીઓના ખાતામાં તબદીલ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું અપહરણ કરી ક્રૂર હત્યા
April 19, 2025 10:35 AMભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech