સલાયાના પોર્ટ ઓફિસરને લાંચના કેસમાં નિર્દોષ છોડતી ખંભાળીયા કોર્ટ

  • February 26, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અપરાધમાં લાંચની માંગણી સાબિત ન થાય અને આરોપી પાસેથી લાંચની રકમ મળી આવે તે આધારે લાંચનું અનુમાન થઇ શકે નહીં: અદાલતની મહત્વની ટકોર


સલાયાના લાંચના કેસમાં ફરિયાદ પક્ષે લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી તે હકિકત છટકાના કેસમાં સાબિત કરવી જોઈએ. ખંભાળિયા શેસન્સ અદાલતમાં સલાયાના પોર્ટ ઓફીસર સામે રૂા. ૧૪,૦૦૦/- ની લાંચનો કેસ ચાલી જતા કેસના સંજોગો અને રેકર્ડ ૫૨ની હકિકતો ઘ્યાને લઈ અદાલતે આરોપીને નિદોર્ષ છોડી મુકવા હુકમ કર્યો છે.


સલાયા ખાતે ફીસરીઝ વિભાગમાં આસીટન્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ ફીસરીઝ સલાયા કચેરીમાં મુકુલકુમાર બચુભાઈ જાની સામે તા. 16/06/2015 ના રોજ બોટ એસોસીએસનના ઉપપ્રમુખ સતારભાઈ હાનભાઈ અને સરફરાઝ હાનભાઈ ભોકલે બે ભાઈઓએ મળી જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એચ.પી.દોપી સમક્ષ ફરિયાદ આપી હતી કે ફરિયાદી સતાર હાન ભાયા સાગર ખેડુતોના (માછીમારી) એસોસીએશનના ઉપપ્રમુખ છે અને આસીટન્ટ કમિશ્નર જાની એક ફીસીંગ બોટના રજીસ્ટ્રેશન માટે ા. 7,000 ની લાંચ માછીમારો પાસેથી વસુલ કરે છે. ફરિયાદીની પત્નિના નામની બોટ અને અન્ય હાનભાઈ માછીમારની બોટ મળી બે બોટના રજીસ્ટ્રેશન માટે  જાનીએ ા. 14,000 ની લાંચની માંગણી કરી છે તેવી ફરિયાદ આધારે જામનગર એ.સી.બી. દ્વારા લાંચનું છટકુ ગોઢવવામાં આવેલ અને બે સરકારી પંચો ફરિયાદીને સાથે રાખી સલાયા આવેલ, આસીટન્ટ સુપ્રિડેન્ટન્ટ ઓફ ફીસરીઝની કેચરીમાં છુટકામાં આવ્યો હતો. ફરિયાદી સતાર હાન ભાયા કચેરીમાં ગયેલા અને તેના શર્ટમાં ગુપ્ત કેમેરા રાખવામાં આવેલ અને આરોપી જાની પોતાની કચેરીમાં હાજર હોય લાંચની રકમ ા.14,000 લેતા આ બાદ રીતે ઝડપાયેલા અને વિડિયો રેકોડીંગમાં પણ લાંચની રકમ ા. 14,000 ફરિયાદીના હાથ માંથી લાંચની રકમ લેતા આરોપી પકડાયા હતા.


પોલીસે આરોપી સામેની કાર્યવાહી પુર્ણ કરી આરોપીની કચેરી માંથી નિકળતા રોક 52 પહેલી આરોપીની કારની જડતી કરતા તે માંથી વિદેશી દારૂની બોટલો મડી આવેલ. જે અંગે અલગથી પ્રોહીબીશનનો કેસ આરોપી સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલો અને ા.14,000/- ની લાંચનો કેસ દેવભુમિ પ્યારકા એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો.


આ કામે આરોપી સામે પુરતો પુરાવો જણાય આવતા તપાસ કરનાર અધિકારી એન.એલ.દેસાઈ ધ્વારા ચાર્જશીટ કરવામાં આવેલું.


આ કેસ ખંભાળિયાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સ્પેશ્યલ જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે રેડ કરનાર અધિકારી એચ.પી.દોપી તપાસ કરતા અધિકારી એન.એલ.દેસાઈ, ફરિયાદી, સરકારી પંચ, સહીત 8 સાહેદો તપાસવામાં આવેલ હતા અને 31 જેટલા દસ્તાવેજો પુરાવામાં રજુ કયર્િ હતા. આ કેસમાં બચાવ પક્ષ ઘ્વારા તપાસ દરમ્યાન કબજે કરેલા દસ્તાવેજો માંથી 3 દસ્તાવેજો પ્રોસીક્યુશનની મંજુરીનો પત્ર, આરોપીનો એરેસ્ટ મેમો અને ચહેરા નિશાન પત્ર રજુ કરવામાં આવેલ હતા.


આ કેસની આખરી સુનાવણી પ્રિન્સીપાલ સેશન્સ જજ એસ.વી.વ્યાસની કોર્ટમાં કરવામાં આવેલ જેમાં સરકાર પક્ષે ફરિયાદી પંચ અને વિડિયોગ્રાફીની વિગતો પરથી આરોપી સામે લાંચનો અપરાધ પુરવાર કરવામાં આવેલ કરવામાં હોવાની રજુઆત કરવામાં આવી હતી.


આરોપી તરફે વકિલ વી.એચ.કનારાએ કાનુની મુદદાઓ ઉઠાવી રજુઆત કરી હતી કે, લાંચના છટકાના કેસમાં માત્ર વિડિયો રેકોડીંગમાં આરોપી ફરિયાદી પાસેથી લાંચની રકમ લેતા જોવા મડે તે હકિકત માત્ર થી આપવવામાં આવેલી રકમ લાંચની હતિ તેવું અનુમાન થઈ શકે નહી. વધુમાં શ્રી કનારાએ રજુઆત કરી હતી કે નામદાર સુપ્રિમ કોર્ટ નિરજ દતાના કેસમાં ઠરાવ્યા અનુસાર ફરિયાદ પક્ષ લાંચની માંગણી આધારે છટકું ગોઠવે તેવા કેસમાં આરોપીએ લાંચ પેટે રકમની માંગણી કરી છે તે હકિકત સાબિત કરવી જોઈએ. ફરિયાદ પક્ષના કેસ મુજબ લાંચની માંગણી તા.15/06/2015 ના ક2વામાં આવી હોવાનો ફરિયાદ પક્ષનો કેસ છે. જયારે ફરિયાદીની ઉલટ તપાસમાં રેકર્ડ પર આવેલી જુબાની મુજબ તા.15/06/2015 ના ફરિયાદી આરોપીને મળેલ હોવાનું પુરવાર થતુ નથી. પરંતુ છટકાના આગલા દિવસે લાંચની માંગણી થયેલ હોવાનું જણાવે છે. આ સંજોગોમાં લાંચની માંગણી કયર્િ અંગે વિરોધાભાસી પુરાવો રેકર્ડ 52 આવેલ છે. આથી આરોપી સામે લીધેલી રકમ લાંચની હોવાનું અનુમાન કરી શકાય નહી.


વધુમાં કનારાએ રજુઆત કરી હતી કે બીજી બોટની રકમ બાબતે ફરિયાદીએ એજન્ટ તરીકે કામ કરેલ હોવાનુ જણાવે છે. પરંતુ આ બાબતે ફરિયાદ હકકીતને સમર્થન આપતો પુરાવો ઉલટ તપાસ ધ્યાને લેતા જણાય આવતો નથી. વધુમાં કનારાએ રજુઆત કરી હતી કે ચલણી નોટો ફરિયાદી પાસેથી આરોપી ધ્વારા લેવામાં આવેલ તે હકિક્તથી અપરાધ સાબિત થાય નહી. પરંતુ લેવામાં આવેલી રકમની માંગણી કરવામાં આવી હતી. તે બાબત હરિયાદ પક્ષે સાબિત કરવી જોઈએ. વધુમાં કનારાએ રજુઆત કરી હતી કે આ કેસમાં સાહેદ સરફરાજ હારૂન ભોકતલની ભુમિકા શંકાસ્પદ છે. આ સાહેદની હાજરી છુપાવવામાં ફરિયાદ પક્ષ ધ્વારા નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં શ્રી કનારાએ રજુઆત કરી હતી કે, પંચો દ્વારા પંચનામાની હકિકત કાયદા મુજબ પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયેલ છે. આ સંજોગોમાં ફરિયાદી ટ્રેપ કરનાર અધિકારી અને પંચની જુબાની પર આધાર રાખી શકાય નહી. આરોપી સામે પ્રોસીક્યુશનની મંજુરી પણ યોગ્ય રીતે આપવામાં આવી નથી. તેવી રજુઆત કરી હતી.


ઉભય પક્ષ દ્વારા કરવામાં આવેલી રજુઆતો અને સુપ્રિમ કોર્ટના નિરજ દતાના ચુકાદા પર આધાર રાખી સ્પેશ્યલ જજ એસ.વી. વ્યાસ ફરિયાદ પક્ષના કેસમાં રજુ થયેલ પુરાવા અંગે માર્મીક ટકોર કરતા ઠરાવ્યુ છે કે પ્રસ્તુત કેસમાં આરોપી સામે પ્રોસીક્યુશનની મંજુરી આપનાર અધિકારીની સોગંદ ઉપરની જુબાનીમાં ઉલટ તપાસ દરમ્યાન આવેલી હકિકતો જોતા ફરિયાદ પક્ષ ધ્વારા પ્રોસીક્યુશની મંજુરી યોગ્ય હોવાનું સાબિત થતુ નથી. વધુમાં આ કેસમાં ફરિયાદ પક્ષ ધ્વારા ઈલેક્ટ્રોનીક રેકર્ડ અંગે પુરાવા અધિનિયમ 65(બી) નું પ્રમાણપત્ર પણ સાબિત થતુ નથી. એ સંજોગોમાં આરોપી સામે લાંચનો અપરાધ પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયેલ છે. તેમ કરાવી આરોપીને નિદોર્પ જાહેર કર્યો છે. આરોપીઓ તરફે વકિલ વી.એચ.કનારા, ધીરેન કનારા, નિલેષ ગોજીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application