ખંભાળિયામાં સારસ્વત જ્ઞાતિની બ્રહ્મપુરી પાસે રહેતા ચંપકભાઈ ડાયાલાલ સાતા નામના 78 વર્ષના વૃદ્ધ રાત્રિના સમયે સીડી પરથી ઉતરતી વખતે નીચે પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મેહુલભાઈ પ્રમોદરાય સાતાએ અહીં પોલીસને કરી છે.
ખંભાળિયા નજીક બોલેરોની અડફેટે બે રાહદારીઓ ઇજાગ્રસ્ત
ખંભાળિયાથી આશરે 10 કિલોમીટર દૂર ભાણખોખરી ગામના નજીકથી ભેંસને શોધવા માટે જઈ રહેલા મહેશભાઈ તથા રંજનબેન મહેશભાઈ વડોદરિયા (ઉ.વ. 30, રહે. ભાણવારીના પાટીયા પાસે)ને આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 03 બી.વી. 0973 નંબરના એક બોલેરો પીક-અપ વાહનના ચાલકે અકસ્માત સર્જતા રંજનબેનને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત સર્જીને બોલેરો વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે રંજનબેન મહેશભાઈ વડોદરિયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે રાણ ગામનો શખ્સ ઝડપાયો
ખંભાળિયા દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 26 કિલોમીટર દૂર હંજડાપર ગામના પાટીયા પાસેથી પોલીસે ગતરાત્રે રાણ ગામના હરદાસ રણમલ સાખરા નામના શખ્સને વિદેશી દારૂની 10 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 4,000 ની કિંમતના દારૂ, રૂ. 10,000 ની કિંમતના એક મોબાઈલ ફોન તેમજ રૂ. 15,000 ની કિંમતના મોટરસાયકલ મળી કુલ રૂપિયા 29,000 ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી, પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં કોરાળા ગામના મશરી વેજાણંદ કંડોરીયા (ઉ.વ. 45) ને બિયરના ત્રણ ટીન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
ખંભાળિયા, ઓખામાં ચાર જુગારીઓ ઝડપાયા
ખંભાળિયાના ટેલીફોન એક્સચેન્જ પાસેથી પોલીસે રાહુલ ધીરુ ચૌહાણ અને પુના નાગસી રૂડાચ નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. ઓખા મરીન પોલીસે ગાંધીનગરી વિસ્તારમાંથી સતાર હસન થૈયમ અને હસન અબ્દુલ્લા ચંગડાને તીનપત્તીનો જુગાર રમતા મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech